For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

World Cup Final: ઓસ્ટ્રેલિયાને મળ્યો 241 રનનો ટાર્ગેટ, ભારતીય ટીમ 240 રને ઓલઆઉટ

05:55 PM Nov 19, 2023 IST
world cup final  ઓસ્ટ્રેલિયાને મળ્યો 241 રનનો ટાર્ગેટ  ભારતીય ટીમ 240 રને ઓલઆઉટ
Advertisement

IND vs AUS LIVE Score, World Cup 2023 Final, India vs Australia: ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. પરંતુ વચ્ચે વચ્ચે સતત વિકેટો પડવાથી દબાણ વધી ગયું અને આખી ટીમ માત્ર 240 રન જ બનાવી શકી. આ દરમિયાન કેએલ રાહુલે 107 બોલમાં 66 રનની ધીમી ઇનિંગ રમી હતી અને વિરાટ કોહલીએ 63 બોલમાં 54 રનની ધીમી ઇનિંગ રમી હતી, પરંતુ ટીમને સંભાળી હતી.

Advertisement
Advertisement

કેપ્ટન રોહિત શર્માએ 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવ 28 બોલમાં માત્ર 18 રન જ બનાવી શક્યો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે 2-2 સફળતા મેળવી હતી.

Advertisement
ADVERTSIEMENT

ભારતીય ટીમે સતત 10 મેચ જીતીને ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ સતત 8 મેચ જીતી છે. ભારતીય ટીમે સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું જ્યારે ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ભારતની નજર ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા પર છે. ટીમ ઈન્ડિયાએ 1983 અને 2011માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. તે જ સમયે, કાંગારૂ ટીમ ODI વર્લ્ડ કપમાં 5 વખત ખિતાબ જીતી ચુકી છે.

Advertisement सब्सक्राइब करें

LIVE અપડેટ્સ....

  • ઓસ્ટ્રેલિયા સામે 241 રનનો ટાર્ગેટ છે
    ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા.
  • કેએલ રાહુલ આઉટ
    ભારતીય ટીમને છઠ્ઠો આંચકો લાગ્યો છે. કેએલ રાહુલ મિચેલ સ્ટાર્કના બોલ પર વિકેટકીપર જોશ ઈંગ્લિસના હાથે કેચ આઉટ થયો હતો. રાહુલે 107 રનનો સામનો કર્યો અને માત્ર 66 રન બનાવ્યા, જેમાં એક ફોરનો સમાવેશ થાય છે.
  • જાડેજા આઉટ
    રવિન્દ્ર જાડેજા પેવેલિયન પરત ફર્યો છે. જાડેજા જોશ હેઝલવુડની ઓવરમાં વિકેટકીપર જોશ ઈંગ્લિસના હાથે કેચ આઉટ થયો હતો. જાડેજા અગાઉના બોલ પર પણ આઉટ થતા બચ્યો હતો. 35.5 ઓવરમાં ભારતનો સ્કોર 5 વિકેટે 178 રન છે. સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલ ક્રિઝ પર છે.
  • રાહુલની ધીમી અડધી સદી
    કેએલ રાહુલે પોતાની અડધી સદી પૂરી કરી છે. કેએલએ 86 બોલમાં આ સફળતા મેળવી હતી. આ સમયગાળા દરમિયાન કેએલએ એક ચોગ્ગો ફટકાર્યો હતો. 35 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર ચાર વિકેટે 173 રન છે. કેએલ રાહુલ 50 અને રવિન્દ્ર જાડેજા 9 રને રમી રહ્યા છે.

  • વિરાટ કોહલી થયો ક્લિન બોલ્ડ

ઓસ્ટ્રેલિયાને વિરાટ કોહલીની મોટી વિકેટ મળી છે. કોહલીએ 54 રન બનાવ્યા હતા. કોહલીએ 63 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીને પેટ કમિન્સે બોલ્ડ કર્યો હતો. 28.3 ઓવરમાં ભારતનો સ્કોર ચાર વિકેટે 148 રન છે. રવિન્દ્ર જાડેજા 0 રને અને કેએલ રાહુલ 37 રને રમી રહ્યા છે.

  • 97 બોલ પછી બાઉન્ડ્રી આવી

ભારતીય ટીમને 97 બોલ બાદ બાઉન્ડ્રી મળી હતી. કેએલ રાહુલે આ ચોગ્ગો ફટકાર્યો છે. ભારતનો સ્કોર 27 ઓવરમાં ત્રણ વિકેટે 142 રન છે. કેએલ રાહુલ 34 અને વિરાટ કોહલી 51 રને રમી રહ્યા છે.

  • કોહલીની અડધી સદી

વિરાટ કોહલીએ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. કોહલીએ 56 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, જેમાં ચાર ચોગ્ગા સામેલ હતા. ભારતનો સ્કોર 25.4 ઓવરમાં ત્રણ વિકેટે 134 રન છે.

  • આ ઘટના મેદાનમાં બની હતી

ક્લિક કરો - વર્લ્ડ કપ ફાઈનલમાં મોટી ભૂલ... પેલેસ્ટાઈન સમર્થક મેદાનમાં ઘુસ્યો, કોહલીને પાછળથી પકડ્યો

  • કોહલી અને રાહુલ સારી બેટિંગ કરી રહ્યા છે

21 ઓવરમાં ભારતનો સ્કોર ત્રણ વિકેટે 119 રન છે. વિરાટ કોહલી 41 રને અને કેએલ રાહુલ 21 રને રમી રહ્યા છે. અત્યાર સુધી બંને વચ્ચે 64 બોલમાં 39 રનની ભાગીદારી થઈ છે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.