For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

INDvsSA World Cup 2023: જાડેજા-કોહલીની જોડીએ સાઉથ આફ્રિકા 243 રનથી રગદોળ્યું

08:44 PM Nov 05, 2023 IST
indvssa world cup 2023  જાડેજા કોહલીની જોડીએ સાઉથ આફ્રિકા 243 રનથી રગદોળ્યું
Advertisement

India vs South Africa World Cup 2023 LIVE Score: કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં આફ્રિકન ટીમને 327 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં આખી ટીમ માત્ર 27.1 ઓવરમાં 83 રનમાં સમેટાઈ ગઈ હતી. આફ્રિકન ટીમનો કોઈપણ બેટ્સમેન 20 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. જ્યારે ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.

Advertisement
Advertisement

મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટે 326 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પોતાની 49મી ODI સદી ફટકારી અને અણનમ 101 રન બનાવ્યા. જ્યારે શ્રેયસ અય્યરે 77 રનની ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગિડી, માર્કો જાન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીએ 1-1 વિકેટ લીધી હતી.

Advertisement
ADVERTSIEMENT

ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ આફ્રિકા અને ભારતે 3-3 મેચ જીતી છે. ODI ક્રિકેટમાં, બંને ટીમો વચ્ચે રમાયેલી 91 મેચોમાંથી, ભારતે 38 અને દક્ષિણ આફ્રિકાએ 50માં જીત મેળવી છે, જ્યારે ત્રણ મેચ અનિર્ણિત રહી હતી.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.