IND vs SL: શ્રીલંકાનો ટોસ જીતીને બોલિંગનો નિર્ણય, આજે ભારત જીત્યું તો સેમીફાઈનલની ટિકિટ પાક્કી
India vs Sri Lanka World Cup 2023: મુંબઈમાં રમાતી વર્લ્ડકપ મેચમાં શ્રીલંકાની ટીમના કેપ્ટન કુશલ મેન્ડિસે ટોસ જીત્યો હતો અને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે અને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ, ભારતીય ટીમે ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને એક બાદ એક સળંગ છ મેચ જીતી છે. હવે જો ભારત આજે જીતશે તો સેમીફાઈનલમાં પહોંચી જશે. બીજી તરફ, સેમિફાઇનલની રેસમાં રહેવા માટે શ્રીલંકાની ટીમ માટે આ મેચ જીતવી ફરજિયાત છે.
ભારતની પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
🚨 Toss and Team Update 🚨
Advertisement सब्सक्राइब करेंSri Lanka win the toss and elect to bowl first.
A look at #TeamIndia's Playing XI 👌👌
Follow the match ▶️ https://t.co/rKxnidWn0v#CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/aI5l9xm4p4
— BCCI (@BCCI) November 2, 2023
શ્રીલંકાની પ્લેઈંગ-11
પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (કેપ્ટન/વિકેટ), સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, દુશાન હેમંથા, એન્જેલો મેથ્યુસ, મહિષ તિક્ષ્ણા, કાસુન રાજિથા, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા.
વનડે મેચોમાં શ્રીલંકા સામે ભારતનો દબદબો રહ્યો છે. આ પહેલા ભારત અને શ્રીલંકા વન-ડે ઈન્ટરનેશનલમાં કુલ 167 વખત સામસામે આવી ચુક્યા છે. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમે 98 અને શ્રીલંકાએ 57 વનડે મેચ જીતી હતી. 11 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું, જ્યારે એક મેચ ટાઈ પણ રહી હતી.
મોહમ્મદ શમી 5 વિકેટ લેતા જ ઈતિહાસ રચશે
આ વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી એક અલગ જ રંગમાં જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપની પ્રથમ 4 મેચમાં તેને તક મળી ન હતી. જોકે, શમીએ આ વર્લ્ડ કપમાં કુલ 9 વિકેટ લીધી છે. અત્યાર સુધીમાં તેણે વર્લ્ડ કપ (2015, 2019, 2023)ની 13 મેચમાં કુલ 40 વિકેટ લીધી છે. વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ઝહીર ખાન (44) અને જવાગલ શ્રીનાથ (44) છે. આવી સ્થિતિમાં શમી 5 વિકેટ લેતા જ આ બે અનુભવી બોલરોથી આગળ નીકળી જશે. એટલે કે તેઓ શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામે આ રેકોર્ડ તોડી શકે છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેકગ્રા છે. તેણે 39 મેચમાં કુલ 71 વિકેટ લીધી છે.