IND Vs AUS: પેટ કમિન્સે ટોસ જીત્યા પછી બોલિંગ કેમ પસંદ કરી? શું કરી દીધી સૌરવ ગાંગુલી જેવી ભૂલ? જાણો
03:10 PM Nov 19, 2023 IST
Advertisement
ODI World Cup 2023: આતુરતાનો અંત આવ્યો છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. આ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મેચ પહેલા ક્રિકેટ એક્સપર્ટ એવું કહી રહ્યા હતા કે ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે, પરંતુ વિપક્ષી કેપ્ટને આનાથી બિલકુલ વિપરીત નિર્ણય લીધો છે.
કમિન્સે પહેલા બોલિંગ પસંદ કરવાનું જણાવ્યું કારણ
એવું નથી કે કોઈ મહત્વપૂર્ણ મેચમાં પેટ કમિન્સે સમજ્યાં વિચાર્યા વિના આ મોટો નિર્ણય લીધો છે. ટોસ પછી તેમણે કહ્યું કે તેમણે ઝાકળને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. કાંગારૂ કેપ્ટને કહ્યું, 'પીચ સૂકી લાગી રહી છે અને ઝાકળના ફેક્ટરને ધ્યાનમાં રાખીને અમે પહેલા બોલિંગ અને પછી બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.'
Australia won the toss and opted to bowl in the #CWC23 final 🏏
AdvertisementAdvertisementWho will take the trophy home after seven weeks of exciting cricket ❓#INDvAUS 📝: https://t.co/nUQ2tVaQzs pic.twitter.com/HjNsRDfAym
AdvertisementADVERTSIEMENT— ICC (@ICC) November 19, 2023
Advertisement सब्सक्राइब करें
રોહિત શર્મા ટોસના નિર્ણયથી થયા ખુશ
જોકે, કમિન્સના નિર્ણયથી ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખુશ જોવા મળ્યા. તેમણે કહ્યું કે જો તેઓ ટોસ જીત્યા હોત તો પણ તેઓ પહેલા બેટિંગ કરવાનો જ નિર્ણય લેત. જો આ રીતે જોવામાં આવે તો બંને ટીમોને ફાઈનલ મેચમાં જે જોઈતું હતું તે મળ્યું.
2003ની યાદો થઈ તાજી
વર્લ્ડ કપ 2003ની ફાઈનલ મેચ જોહાનિસબર્ગમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં તત્કાલીન ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વાત કરીએ આ મેચના પરિણામની તો ભારતીય ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ઓવરમાં બે વિકેટના નુકસાને 359 રન બનાવ્યા હતા.
લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ 39.2 ઓવરમાં 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ આ મોટી મેચમાં ટીમ ઈન્ડિયાને 125 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement