For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

ICC પ્લેયર ઓફ ધ મંથનું શોર્ટલિસ્ટ જાહેર, જસપ્રીત બુમરાહ સહિત આ 3 ખેલાડીઓને મળ્યું સ્થાન

02:40 PM Nov 07, 2023 IST
icc પ્લેયર ઓફ ધ મંથનું શોર્ટલિસ્ટ જાહેર  જસપ્રીત બુમરાહ સહિત આ 3 ખેલાડીઓને  મળ્યું સ્થાન
Advertisement
ICC Player of the Month: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીએ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ત્રણ ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. મંગળવારે 7 નવેમ્બરના રોજ ICCએ ત્રણ ખેલાડીઓની આ એવોર્ડ માટે પસંદગી કરી છે, જેમાં એક ફાસ્ટ બોલર, એક વિકેટકીપર બેટ્સમેન અને એક ઓલરાઉન્ડર સામેલ છે. આ યાદીમાં એક ભારતીય ખેલાડીને પણ સ્થાન મળ્યું છે, જે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છે, જેમણે ઓક્ટોબર મહિનામાં પોતાની બોલિંગથી કમાલ કરી છે.
ખેલાડીઓએ વર્લ્ડ કપ 2023માં કર્યું શાનદાર પ્રદર્શન

 

Advertisement
Advertisement

ઓક્ટોબર 2023 માટે શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓમાં જસપ્રિત બુમરાહ ઉપરાંત સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડીકોક અને ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓએ વર્લ્ડ કપ 2023માં કહેર મચાવ્યો છે. બુમરાહે બોલથી, ડીકોકે બેટથી અને રચિન રવીન્દ્રએ બેટ અને બોલથી તબાહી મચાવી છે.

Advertisement
ADVERTSIEMENT

ડીકોકે વર્લ્ડ કપમાં ફટકારી 3 સદી

ક્વિન્ટન ડીકોકની વાત કરીએ તો તેમણે ગયા મહિને વર્લ્ડ કપમાં 3 સદી ફટકારી હતી. તેમણે ઓક્ટોબરમાં ટીમ માટે 431 રન બનાવ્યા હતા. જ્યારે તેમણે વિકેટકીપર તરીકે 10 કેચ અને એક સ્ટમ્પિંગ કર્યું હતું. ઓક્ટોબરમાં વર્લ્ડ કપમાં તેઓ શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સામે સદી ફટકારવામાં સફળ રહ્યા હતો.

રચિન રવિન્દ્રએ બનાવ્યા 406 રન

રચિન રવિન્દ્રની વાત કરીએ તો તેમણે પોતાના પહેલા વર્લ્ડ કપમાં જ પોતાનું વલણ બતાવ્યું છે. તેમણે ઓક્ટોબર દરમિયાન ટુર્નામેન્ટમાં કિવી ટીમની પ્રથમ છ મેચોમાં 81.20ની સરેરાશથી કુલ 406 રન બનાવ્યા છે. જેમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે સદીનો પણ સમાવેશ થાય છે. તેમણે 3 વિકેટ પણ લીધી છે.

બુમરાહે લીધી 14 વિકેટ

જ્યારે જસપ્રીત બુમરાહની વાત કરીએ તો તેમણે વર્લ્ડ કપ 2023ની પ્રથમ અડધો ડઝન મેચોમાં ટીમ ઈન્ડિયા માટે 14 વિકેટ ઝડપી છે. તેમનો ઈકોનોમી રેટ 4 રન પ્રતિ ઓવર કરતા પણ ઓછો છે. આ કારણે તેઓ આ મહિને પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મેળવવાના દાવેદાર છે. તેમણે બેટથી કેટલાક રન પણ બનાવ્યા છે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.