For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

World Cupમાં ફરી ન્યૂઝીલેન્ડ ખેલ ન બગાડી દે, ભારતે 2019ના સેમિફાઈનલની આ 5 ભૂલો સુધારવી પડશે

03:17 PM Nov 13, 2023 IST
world cupમાં ફરી ન્યૂઝીલેન્ડ ખેલ ન બગાડી દે  ભારતે 2019ના સેમિફાઈનલની આ 5 ભૂલો સુધારવી પડશે
Advertisement

IND vs NZ Semi Final: ભારતીય ટીમ સતત 9 મેચ જીતીને વર્લ્ડ કપની (World Cup 2023) સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાને (Team India) રોકવા માટે કોઈ સક્ષમ જણાતું નથી, પરંતુ તેમ છતાં, જ્યારે તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 15 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે સેમીફાઈનલ રમશે, ત્યારે તેના મનમાં ચોક્કસપણે 2019ની કડવી યાદો હશે. કોઈ પણ કિંમતે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2019ની ભૂલોનું પુનરાવર્તન કરવા માંગશે નહીં, જેણે લાખો ભારતીયોનું દિલ તોડી નાખ્યું. ચાલો સમજીએ કે કઈ હતી તે 5 ભૂલો...

Advertisement
Advertisement

સૌથી પહેલા ઓવર કોન્ફિડન્સથી બચવું પડશે

વર્લ્ડકપ 2019માં ભારતીય ટોપ ઓર્ડર અને બોલર્સ ધમાલ મચાવી રહ્યા હતા, પરંતુ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે જે થયું તેણે બધું ખતમ કરી નાખ્યું. જ્યારે ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો તો મિડલ ઓર્ડર પણ તેને સંભાળી શક્યો નહીં. આ વખતે પણ ટોપ ઓર્ડર ધમાલ મચાવી રહ્યો છે. ટીમમાં આત્મવિશ્વાસ છે, પરંતુ રોહિત સેના વધુ પડતા આત્મવિશ્વાસમાં ન આવી જાય તેનું ધ્યાન રાખવું પડશે. જો આમ થશે તો કિવી ટીમ ફરી ભારે પડી શકે છે.

Advertisement
ADVERTSIEMENT

ટોપ ઓર્ડર ફેલ થયું તો ફરી મુશ્કેલીમાં આવી શકે ભારત

ન્યૂઝીલેન્ડે 3 મોટા બેટ્સમેન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને 5 રનમાં આઉટ કર્યા હતા. આ પછી સ્કોર 4 વિકેટે 24 રન અને 5 વિકેટે 71 રન થઈ ગયો. આ પછી ભારતીય ટીમમાં ખળભળાટ મચી ગયો હતો. વરસાદ વિક્ષેપિત મેચમાં ટીમ ઈન્ડિયા રિકવર થઈ શકી ન હતી અને 239 રનનો પીછો કરવામાં નિષ્ફળ રહી હતી. ભારતે એક સાથે વિકેટ ગુમાવવાનું ટાળવું પડશે. ટોપ ઓર્ડરના 5માંથી 3 બેટ્સમેન પણ નીકળી જાય તો કામ થઈ શકે છે. હા, કોઈ પણ સંજોગોમાં રન આઉટ ન થાઓ. ધોનીના રન આઉટને ભાગ્યે જ કોઈ ફેન્સ ભૂલ્યો હશે.

Advertisement सब्सक्राइब करें

બોલર્સ 100 નહીં 150% રમત બતાવવી પડશે

ગત વખતે ભુવનેશ્વર કુમારના નેતૃત્વમાં ભારતે ન્યૂઝીલેન્ડને 239 રન પર રોકી દીધું હતું. આ વખતે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, સિરાજ પેસમાં અને જાડેજા અને કુલદીપ સ્પિનમાં કમાલ કરી રહ્યા છે. તેઓએ નિયંત્રણ જાળવી રાખવું પડશે. આ વર્લ્ડ કપમાં ભારતે તેને 273 રન પર રોક્યા બાદ 4 વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં કોહલીએ 95 રન બનાવ્યા હતા જ્યારે રોહિત (46) અને ગિલ (26)એ સારી શરૂઆત કરી હતી. શમીએ 5 વિકેટ ઝડપી હતી. ફરી એકવાર તેની પાસેથી આ જ પ્રકારના પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.

કુલદીપ-જડ્ડુ નહીં કરે ચહલવાળી ભૂલ

ભારતના તમામ બોલરોએ સારો દેખાવ કર્યો હતો. પ્રથમ વિકેટ પણ માર્ટિન ગુપ્ટિલની જલ્દી પડી હતી, પરંતુ ચહલે 10 ઓવરમાં 63 રન આપીને સૌથી મોંઘો સાબિત થયો હતો. હાર્દિકે 55 રન આપ્યા હતા. આ વખતે ટીમ ઈન્ડિયાએ આ બાબતે સજાગ રહેવું પડશે. આવી સ્થિતિમાં તેણે છઠ્ઠો વિકલ્પ રાખવો પડશે, જે તેની યોજનામાં પણ દેખાઈ રહ્યો છે. વિરાટ કોહલી, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા પોતે પણ નેધરલેન્ડ સામે બોલિંગ કરતા જોવા મળ્યા હતા.

નિર્ણયમાં કન્ફ્યૂઝન અને ઉતાવળ કરવાથી બચવું પડશે

2019ની સેમી ફાઈનલમાં ધોનીની બેટિંગ પોઝીશનમાં ફેરફાર આવ્યો હતો. આ વખતે જો ટીમ ઈન્ડિયા વિનિંગ કોમ્બિનેશન સાથે આગળ વધી રહી છે તો તેણે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે કોઈ નિર્ણય ન લેવાય જેના માટે તેના ખેલાડીઓ તૈયાર ન હોય. જો કે રોહિત છેલ્લા એક વર્ષથી એક કે બે પોઝિશન ઉપર અને નીચે ખસેડીને ટીમને તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ હવે તે તમામ પ્રેક્ટિસને 100% સફળતા સાથે અમલમાં મૂકવાનો સમય છે. જો તમામ નિર્ણયો યોગ્ય સાબિત થયા તો જ ભારતને ફાઈનલની ટિકિટ મળશે.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.