For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

IND vs NZ: ગ્લેન ફિલિપ્સ ક્રીઝની બહાર હતો, બુમરાહે ડાયરેક્ટ થ્રો માર્યો છતાં અમ્પાયરે કેમ નોટ આઉટ આપ્યો?

09:47 AM Nov 16, 2023 IST
ind vs nz  ગ્લેન ફિલિપ્સ ક્રીઝની બહાર હતો  બુમરાહે ડાયરેક્ટ થ્રો માર્યો છતાં અમ્પાયરે કેમ નોટ આઉટ આપ્યો
Advertisement

IND vs NZ World Cup 2023: વર્લ્ડકપ 2023ની પહેલી સેમિફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ગ્લેન ફિલિપ્સને ક્રીઝની બહાર રહેવા છતાં રન આઉટ નહોતો અપાયો. ઘટના ન્યૂઝીલેન્ડની ઈનિંગ્સની 43મી ઓવરમાં બની હતી. જસપ્રીત બુમરાહ બોલિંગ કરી રહ્યો હતો. તેણે નોન સ્ટ્રાઈકર એન્ડ પર ફિલિપ્સના ક્રિઝ બહાર રહેવા પર સીધો થ્રો માર્યો, પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો. ફિલિપ્સને રન આઉટ ન અપાતા ઘણા ફેન્સ અમ્પાયરના નિર્ણય અંગે નારાજ થયા હતા અને વિચારમાં પડી ગયા હતા. ત્યારે જાણો હકીકતમાં ફિલિપ્સને ક્રિકેટના કયા નિયમ અંતર્ગત રન આઉટ ન અપાયો.

Advertisement
Advertisement

ન્યૂઝીલેન્ડની ઈનિંગ્સમાં 43મી ઓવરમાં શું બન્યું?

ડેરેલ મિશેલે 43મી ઓવરના પહેલા બોલ બોલરના માથા પરથી શોટ માર્યો હતો. લોંગ ઓન પર ઉભેલા રવીન્દ્ર જાડેજાએ બોલ ફેંક્યો અને તે સ્ટમ્પ સાથે અથડાયો. ત્યાં સુધીમાં 1 રન થઈ ગયો હતો, પરંતુ બોલ સ્ટમ્પને અથડાઈને દૂર જતા તરત જ બંને બીજો રન દોડે છે. એવામાં ફિલિપ્સ ક્રિઝની બહાર આવતા જ મુસ્તેદ બુમરાહે બોલને સ્ટમ્પ પર માર્યો હતો.

Advertisement
ADVERTSIEMENT

ફિલિપ્સ શા માટે નોટઆઉટ હતો?

જોકે રવિન્દ્ર જાડેજાના થ્રોને કારણે સ્ટમ્પની બેલ્સ પહેલેથી જ પડી ગઈ હતી, એવામાં ફિલિપ્સને રન આઉટ કરવા માટે બુમરાહે ફિલિપ્સને સ્ટમ્પ ઉખાડવા જરૂરી હતી. આવું ન થવાના કારણે , બેટ્સમેનને નોટઆઉટ આપવામાં આવ્યો. ઓન-ફીલ્ડ અમ્પાયરે રન આઉટની અપીલને થર્ડ અમ્પાયર પાસે મોકલી અને ટીવી રિપ્લે જોયા પછી જાણવા મળ્યું કે જાડેજાનો થ્રો સ્ટમ્પ પર વાગ્યો ત્યારે ફિલિપ્સ ક્રિઝમાં હતો. હકીકતમાં ક્રિકેટમાં નિયમ છે કે, જો સ્ટમ્સના બેલ્સ પડી ગયા હોત તો બેટરને રનઆઉટ કરવા માટે બોલ હાથમાં રાખીને સ્ટમ્પ ઉખાડવું જરૂરી છે, પરંતુ બુમરાહે દૂરથી થ્રો માર્યો તે સમયે સ્ટમ્પ્સ પર બેલ્સ નહોતી. આ કારણે ફિલિપ્સ નોટઆઉટ રહ્યો હતો.

Advertisement सब्सक्राइब करें

ફિલિપ્સ માત્ર 4 બોલ બાદ આઉટ થયો હતો

જોકે, આ પછી ગ્લેન ફિલિપ્સ વધુ સમય સુધી મેદાન પર ટકી શક્યો નહોતો. ઓવરના પાંચમા બોલ પર જાડેજાએ તેનો કેચ પકડ્યો હતો. જસપ્રીત બુમરાહને વિકેટ મળી હતી. તેણે 33 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા. તેણે મિશેલ સાથે 75 રનની ભાગીદારી કરી હતી. બંને જ્યારે બેટિંગ કરી રહ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે મેચ કોઈપણ તરફ જઈ શકે છે, પરંતુ બુમરાહે ભાગીદારી તોડીને ભારત માટે વાપસી કરી હતી.

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.