For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Harsh Sanghavi Body Guard: હર્ષ સંઘવીના બોર્ડી ગાર્ડે MLAનું બાવડું પકડી ખેંચ્યા તો... જૂઓ Video

05:15 PM Sep 28, 2023 IST
Advertisement

Harsh Sanghavi Body Guard: અનંત ચતુર્દશીના દિવસે આજે જ્યારે ભગવાન ગણેશની પ્રતિમાઓના વિસર્જન કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતના હજીરા વિસ્તારમાં દરિયા કાંઠે ઓવારો બનાવી ગણેશ પ્રતિમાઓની વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતની મજુરા વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીં પહોંચ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રીને અહીં આવકારવા માટે ઓલપાડ મતવિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલ, ચોર્યાસી મત વિસ્તારના ધારાસભ્ય સંદીપ દેસાઈ, સુરત પૂર્વ મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણા અને સૂરત મહાનગરપાલિકાના નવા નિયુક્ત થયેલા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ તમામ નેતાઓની સાથે સાથે સૌથી આગળ આગળ ચાલી રહ્યા હતા ત્યારે એમના સુરક્ષામાં હાજર સુરક્ષા કર્મી પણ એમને કોર્ડન કરીને ચાલી રહ્યાં હતા. એ જ સમય સુરત પૂર્વથી ભાજપના જ ધારાસભ્ય અરવિંદ રાણાનો હાથ પકડી એમને પાછળ ચાલવાનો માનો કે ઈશારો કર્યો હતો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં એમના સુરક્ષા કર્મી દ્વારા ભાજપના જ ધારાસભ્ય અરવિંદ રાણાનો હાથ પકડતા ધારાસભ્ય અરવિંદ રાણા માનો અકડાઈ ગયા હતા અને સુરક્ષા કર્મીને ઈશારો કરતા માનો કહી રહ્યા હતા કે ભાઈ આ શું કરો છો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના સુરક્ષા કર્મી દ્વારા ભાજપના જ ધારાસભ્યનો હાથ પકડી પાછળ કરવાની આ ઘટનાનો વિરોધ જ્યારે અરવિંદ રાણાએ કર્યો તો હર્ષ સંઘવીએ પણ પાછળ વળીને જોયું ખરું પણ એ કંઈ બોલ્યા ના હતા. આ સમગ્ર દૃશ્યો મીડિયાના કેમેરામાં કૈદ થયા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હજીરાના દરિયામાં ગણપતિ બાપાના નારા લગાવી વિસર્જન કર્યું હતું.

Advertisement
ADVERTSIEMENT

(સંજયસિંહ રાઠોડ, સુરત)
Advertisement सब्सक्राइब करें
Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.