Surat News: સુરતમાં રોડ પર દોડતી એમ્બ્યુલન્સમાં પ્રેમલીલા, યુવક-યુવતીનો વીડિયો વાઈરલ
Surat News: સુરતમાં રોડ પર દોડતી એમ્બ્યુલન્સમાં પ્રેમ લીલાનો વીડિયો વાઈરલ થયો છે. શહેરના સરદાર બ્રિજ પરથી પસાર થતી ખાનગી એમ્બ્યુલન્સમાં યુવક અને યુવતી અશ્લીલ હરકતા કરતા જોવા મળ્યા હતા. ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે આ પ્રેમલીલાનો વીડિયો ઉતારી લીધો હતો. જે હાલમાં વાઈરલ થઈ રહ્યો છે.
એમ્બ્લુયન્સમાં યુવક અને યુવતીએ કરી અશ્લીલ હરકતો
વિગતો મુજબ, સુરતના સરદાર બ્રિજ પરથી પસાર થઈ રહેલી ખાનગી એમ્બ્યુલન્સનો વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. બ્રિજ પર દોડતી એમ્બ્યુલન્સમાં પાછળ કાચમાં એક યુવક અને યુવતી બેઠેલા દેખાય છે અને તેઓ એકબીજાને કિસ કરી રહ્યા છે. એમ્બ્યુલન્સમાં પ્રેમ લીલાના આ કાંડને ત્યાંથી પસાર થતા એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં ઉતારી લીધી હતી. જે બાદ આ સમગ્ર ઘટના સામે આવી છે. વિગતો મુજબ, એમ્બ્યુલન્સ પણ સુરતની જ હોવાનું અનુમાન છે.
સુરતમાં ચાલુ એમ્બ્યુલન્સમાં યુવક અને યુવતીએ તમામ હદો વટાવી, વીડિયો વાઈરલ થયો#Surat #ViralVideo #SuratNews pic.twitter.com/zKEl8Vho0F
Advertisement सब्सक्राइब करें— Gujarat Tak (@GujaratTak) November 10, 2023