For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Surat News: સુરતમાં રોડ પર ફટાકડા ફોડતા 7 વર્ષના બાળક પર વોલ્વો કાર ફરી વળી, ચમત્કારિક રીતે બચાવ

02:10 PM Nov 15, 2023 IST
surat news  સુરતમાં રોડ પર ફટાકડા ફોડતા 7 વર્ષના બાળક પર વોલ્વો કાર ફરી વળી  ચમત્કારિક રીતે બચાવ
Advertisement

Surat News: સુરતમાં 'રામ રાખે તેને કોણ ચાખે' કહેવતને સાચી સાબિત કરતો કિસ્સો બન્યો છે. ઘરની બહાર રોડ પર ફટાકડા ફોડતા 7 વર્ષના બાળક પરથી લક્ઝુરિયસ કાર પસાર થઈ ગઈ હતી. બાળકના શરીર પરથી આખી કાર પસાર થઈ જવા છતાં બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. જોકે બેદરકાર ચાલક સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Advertisement
Advertisement

ફટાકડા ફોડી રહ્યો હતો બાળક અને કાર આવી

વિગતો મુજબ, સુરતના કતારગામ વિસ્તારમાં વોલ્વો કારના ચાલકે અકસ્માત સર્જતા 7 વર્ષના બાળકને ચકડી નાખ્યો હતો. બાળક ઘર આંગણે રોડ પર ફટાકડા ફોડી રહ્યો હતો, અચાનક પાછળથી ટર્ન લઈને વોલ્વો કાર આવે છે અને બાળક પરથી આખી કાર પસાર થઈ જાય છે, જોક કાર ચાલકને ખબર જ નથી કે તેની કાર નીચે બાળક કચડાઈ ગયું છે અને આગળ જઈને તે ઊભો રહે છે. તો બાળક પણ રોડ પરથી ઊભા થવાનો પ્રયાસ કરે છે.

Advertisement
ADVERTSIEMENT

સીસીટીવી કેમેરામાં કેદ થયો અકસ્માત

અકસ્માતમાં બાળકના માથા અને પગના ભાગમાં ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માત બાદ બાળકે રાડા રાડ કરી મૂકતા લોકો ત્યાં દોડી આવ્યા હતા.

Advertisement सब्सक्राइब करें

(ઈનપુટ: સંજયસિંર રાઠોડ, સુરત)

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.