For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

સુરતમાં PSI રૂ.10 લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા, પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો

11:35 PM Sep 23, 2023 IST
સુરતમાં psi રૂ 10 લાખની લાંચ લેતા acbના છટકામાં ઝડપાયા  પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો
Advertisement

Surat News: ગુજરાતમાં ફરી એકવાર પોલીસની છબી ખરડાઈ છે. સુરત શહેરમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર લાખો રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. સાથે PSIના બે વચેટીયાઓ પણ ઝડપાયા હતા. ખુદ પોલીસકર્મી જ લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

Advertisement
Advertisement

ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાંચ માગી

વિગતો મુજબ, સુરતના શહેરના ઉતરાણ પોલીસ સ્ટેશનના PSI ડી.કે ચોસલા તથા તેમના અન્ય બે સાગરિતો લાંચના છટકામાં ઝડપાયા હતા. PSI ડી.કે ચોસલાએ સામાન્ય અરજીના સાહેદને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. અને આ માટે રૂ.10 લાખની લાંચની માગણી કરી હતી. જોકે ફરિયાદીએ સમગ્ર મામલે ACBને જાણ કરતા એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં PSI ઝડપાઈ ગયા હતા.

Advertisement
ADVERTSIEMENT

10 દિવસમાં બીજો પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો

ખાસ છે કે, 10 દિવસ પહેલા પણ સુરતના ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ રૂપિયા 50 હજારની લાંચ લેતા રંગે હાથ ACBના છટકામાં ઝડપાયો હતો. જેમાં પ્રોહીબિશનના ગુનામાં નામ નહીં ખોલવાના પેટે હેડ કોન્સ્ટેબલ પ્રફુલભાઈ પટેલે લાંચ માગી હતી. જોકે બાદમાં તેઓ લાંચના પૈસા લેતા ઝડપાયા હતા.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.