For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

સુરતમાં લાંચિયા PSIની દિવાળી બગડી, ફરિયાદીને હેરાન ન કરવા રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાયા

11:58 AM Nov 10, 2023 IST
સુરતમાં લાંચિયા psiની દિવાળી બગડી  ફરિયાદીને હેરાન ન કરવા રૂ 50 હજારની લાંચ લેતા ઝડપાયા
Advertisement

Surat News: સુરતમાં ફરી એકવાર ACBની ટ્રેપમાં સરકારી કર્મચારી ફસાયા છે. આ વખતે ખુદ પોલીસકર્મી રૂ.50 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા. વિગતો મુજબ, છેતરપિંડીના કેસમાં તપાસમાં હેરાન ન કરવા માટે ફરિયાદી પાસેથી PSIએ રૂ.50 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદી પૈસા આપવા ન માગતા હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જે બાદ ACBની ટ્રેપમાં PSI લાંચની રકમ લેતા ઝડપાઈ ગયા હતા.

Advertisement
Advertisement

આરોપીને હેરાન ન કરવા માંગી લાંચ

વીગતો મુજબ, સુરતના માંગરોળમાં પાલોદ આઉટ પોસ્ટ ખાતે PSI તરીકે જે.કે મૂળિયા ફરજ બજાવે છે. છેતરપિંડીના એક કેસની તપાસમાં PSI જે.કે મૂળિયાએ આરોપીને હેરાન ન કરવા માટે રૂ.50,000ની લાંચની માંગણી કરી હતી. ત્યારે જાગૃત નાગરિકે ACBને સમગ્ર મામલાની જાણ કરી હતી. જે બાદ ACBની ટીમે ટ્રેપ ગોઠવી હતી અને પૈસા લેવા જતા જ PSIને ઝડપી પાડ્યા હતા.

Advertisement
ADVERTSIEMENT

કોસંબા પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 407 અને 420 મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપીને હેરાન ન કરવા માટે PSIએ લાંચની માંગ કરી હતી. જ

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.