For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

'તું નહીં આવે તો હાથની નસ કાપી લઈશ', સુરતમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને મળવા બોલાવી અડપલાં કર્યા

02:08 PM Oct 04, 2023 IST
 તું નહીં આવે તો હાથની નસ કાપી લઈશ   સુરતમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને મળવા બોલાવી અડપલાં કર્યા
Advertisement

Surat News: સુરતના કપોદરા વિસ્તારમાં લંપટ શિક્ષકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાની છડતી કરીને શિક્ષકે સંબંધ ન રાખવા પર આપઘાત કરી લેવાની ધમકી આપી હતી. બાદમાં સગીરાને રાત્રે મળવા માટે બોલાવીને અડપલા કર્યા હતા. જોકે ઘરમાંથી ગુમ સગીરાને પરિવારજનો શોધતા તે રસ્તા પરથી મળી આવી હતી. પૂછપરછ કરતા તેણે શિક્ષકનો ભાંડો ફોડ્યો હતો. બાદમાં પરિવારે આ લંપટ શિક્ષક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Advertisement

સગીરાને આપઘાતની ધમકી આપી મળવા બોલાવી

વિગતો મુજબ, સુરતના અશ્વિની રોડ પરની એક સોસાયટીમાં કહેતી 16 વર્ષની સગીરા ધો.11માં અભ્યાસ કરે છે. સગીરાને શિક્ષક મળવા બોલાવતો અને ન જવા પર ધમકી આપતો કે, તું નહીં આવે તો હાથની નસ કાપીને મરી જઈશ. જેથી શનિવારે મધરાતે શિક્ષકને મળવા ગઈ હતી. પિતરાઈ બહેન-બનેવી સાથે ગયેલી સગીરા મોડી રાત્રે પણ ઘરે ન આવતા પરિજનો તેને શોધી રહ્યા હતા. ત્યારે રાત્રે અઢી વાગ્યે સગીરા ખોડીયાર નગર રોડ પરથી મળી હતી.

Advertisement
ADVERTSIEMENT

દોઢ મહિનાથી સગીરાને અડપલાં કરતો હતો

ઘરે ન પહોંચવા પર માતા-પિતાએ પૂછતા સગીરાએ જણાવ્યું હતું કે, ગણિતનો શિક્ષક દોઢ મહિનાથી તેને બોલાવીને અડપલા કરતો હતો. દીકરા સાથે બનેલી ઘટના સાંભળીને પરિજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ સગીરાની માતાએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં લંપટ શિક્ષક મહેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.