For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

Surat News: સુરતમાં વધુ એક યુવકને હાર્ટ એટેક, ગરબા રમતા રમતા 26 વર્ષનો યુવક ઢળી પડ્યો

11:27 AM Oct 05, 2023 IST
surat news  સુરતમાં વધુ એક યુવકને હાર્ટ એટેક  ગરબા રમતા રમતા 26 વર્ષનો યુવક ઢળી પડ્યો
Advertisement

Surat Heart Attack News: ગુજરાતમાં ફરી એકવાર ગરબાની પ્રેક્ટિસ કરતા યુવકનું હાર્ટ એટેક આવવાની ઘટના બની છે. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અચાનક યુવકના મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. એક બાદ એક યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો વધતા હવે લોકો પણ ચિંતિત બન્યા છે.

Advertisement
Advertisement

26 વર્ષનો યુવક ગરબા રમવા ગયો હતો

સુરતમાં 26 વર્ષનો રાજ મોદી નામનો યુવક એલ.પી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં ગરબા રમવા માટે ગયો હતો. દરમિયાન ગરબા રમ્યા બાદ તે અચાનક ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. રાજ નવરાત્રિ બાદ અભ્યાસ માટે લંડન જવાનો હતો, પરંતુ આ પહેલા જ તેનું હાર્ટ એટેકથી મોત થઈ જતા પરિજનો શોકમાં સરી પડ્યા હતા.

Advertisement
ADVERTSIEMENT

ગરબા સ્થળો પર તબીબોની ટીમ હાજર રહેશે

ખાસ છે કે, આ પહેલા જૂનાગઢ, જામનગર તથા સુરતમાં ગરબાની પ્રેક્ટિસ કરતા કરતા યુવકના હાર્ટ એટેકથી મોત થયાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આ પ્રકારની ઘટનાઓ વધતા નવરાત્રિમાં ગરબા આયોજકો દ્વારા પણ રાજ્યમાં ગરબા સ્થળ પર એમ્બ્યુલન્સ અને તબીબોની ટીમ હાજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement सब्सक्राइब करें

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.