For the best experience, open
https://m.gujarattak.in
on your mobile browser.
Advertisement
 
Whatsapp share Whatsapp share

સુરતમાં આવેલી પેન્ટાગોન પણ મોટી ઈમારત ડાયમંડ બુર્શના દશેરાના દિવસે થશે શ્રીગણેશ

06:42 PM Oct 22, 2023 IST
સુરતમાં આવેલી પેન્ટાગોન પણ મોટી ઈમારત ડાયમંડ બુર્શના દશેરાના દિવસે થશે શ્રીગણેશ
Advertisement

Surat Diamond Bourse: વિશ્વની સૌથી મોટી ઈમારત પેન્ટાગોન કરતા પણ મોટી ઈમારત ડાયમંડ બુર્સની શરૂઆત ગુજરાતના સુરતમાં દશેરાના દિવસે કરવામાં આવશે. દશેરાના દિવસે સુરતના ખાજોદ વિસ્તારમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત બનેલા સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 983 નાની-મોટી ઓફિસોમાં કળશ સ્થાપના કરી શ્રી ગણેશ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે સુરત ડાયમંડ બોર્સનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરશે.

Advertisement
Advertisement

અમેરિટાની પેન્ટાગોનથી પણ મોટી ડાયમંડ બર્સ

સુરતથી મુંબઈ અને મુંબઈથી વિશ્વભરમાં હીરાનો વ્યવસાય કરતા હીરાના વેપારીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. સુરતના ખાજોદ વિસ્તારના ડ્રીમ સિટીમાં હીરાના વેપારીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાકીય સુવિધાઓથી સજ્જ સુરત ડાયમંડ બુર્સ તૈયાર છે. આ ઈમારતને બનતા ઘણા વર્ષો લાગ્યા અને ત્યારે જ આ ઈમારત પૂર્ણ થઈ. વિશ્વની સૌથી મોટી ઈમારત અમેરિકાની પેન્ટાગોન બિલ્ડીંગ 66 લાખ સ્ક્વેર ફૂટમાં બનેલ છે, જ્યારે સુરત ડાયમંડ બુર્સ 67 લાખ સ્ક્વેર ફૂટમાં બનેલ છે.

Advertisement
ADVERTSIEMENT

3500 કરોડના ખર્ચે બની છે બિલ્ડીંગ

આથી સુરત ડાયમંડ બુર્સે વિશ્વની સૌથી મોટી ઈમારતનો ખિતાબ હાંસલ કર્યો છે. સુરતમાં અંદાજે રૂ. 3500 કરોડના ખર્ચે બનેલ આ સુરત ડાયમંડ બુર્સમાં 4300 નાની-મોટી ઓફિસો આવેલી છે. સુરત ડાયમંડ બુર્સમાં 14 માળના 9 ટાવર બનાવવામાં આવ્યા છે જેમાં દરેક ટાવરનો 13મો માળ વાસ્તુ મુજબ ખાલી રાખવામાં આવ્યો છે.

Advertisement सब्सक्राइब करें

દશેરાએ ઓફિસમાં કળશ મૂકશે હીરા વેપારી

સુરત ડાયમંડ બોર્સના કમિટી મેમ્બર અને સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ, હીરા ઉદ્યોગપતિ દિનેશ ભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બોર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બર 2023ના રોજ તેનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. દશેરાના દિવસે એક હજાર જેટલા હોદ્દેદારો કુંભકડા (કળશ) મૂકીને શ્રી ગણેશની પૂજા કરશે. વિશ્વનું સૌથી મોટું કસ્ટમ ક્લિયરન્સ હાઉસ બનાવવામાં આવ્યું છે જે આગામી પંદર-વીસ દિવસમાં કાર્યરત થઈ જશે. જ્યારે અમે એરપોર્ટને લઈને વડાપ્રધાનને મળ્યા ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે જે દિવસે સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન થશે તે જ દિવસે સુરત એરપોર્ટ પરથી બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવશે. તેથી, અમને વિશ્વાસ છે કે જો ભારત સરકાર તેના કહેવા પ્રમાણે કરે તો શક્ય છે કે 17મી ડિસેમ્બરે જ સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવે.

(સંજયસિંહ રાઠોડ, સુરત)

Advertisement
Tags :
Advertisement "
Advertisement
×

.