Swaminarayan controversy News: રાજકોટમાં ગણેશ મહોત્સવના આયોજનમાં બબાલ, સ્વામીનારાયણ સાધુઓએ આયોજકોને અટકાવ્યા
Swaminarayan controversy News: ગણેશ મહોત્સવ દરમિયાન માથાકુટોની ઘટટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે. જ્યારે હાલમાં સ્વામીનારાયણ સંતોને લઈને મોટા વિવાદો ચાલી રહ્યા છે ત્યારે ગણેશોત્સવને લઈને થયેલી માથાકુટને પગલે મામલો વધુ ગરમાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજોકટમાં ગણેશોત્સવના આયોજનને લઈને બબાલ થઈ ગઈ છે. સ્વામીનારાયણ સંતો દ્વારા આયોજકોને અટકાવાયા હોવાની વિગતો મળી રહી છે.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આયોજકોને અટકાવાયા
રાજકોટમાં જ નહીં પરંતુ હવે તો ગુજરાત ભરમાં ઠેરઠેર ગણેશ મહોત્સવ ઉજવાતો રહે છે. ગણેશ ઉત્સવને લઈને ગણી વખત કોઈને કોઈ રીતે માથાકુટની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં જ ગુજરાતી ન્યૂઝ ચેનલ ટીવી9ના અહેવાલ અનુસાર રાજકોટ મંદિર પરિસરમાં 12 વર્ષથી થતા ગણેશ મહોત્સવની કામગીરીને અટકાવાઈ છે. આયોજકો અને મંદિરના સંચાલકોએ કામગીરી અટકાવતા માથાકુટ થઈ છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આયોજકોને અટકાવાયા હોવાની વિગતો સામે આવી છે. આ મામલાને લઈને મોટી સંખ્યામાં લોકો અહીં બાલાજી મંદિર પરિસરમાં એક્ઠા થઈ ગયા હતા.
Gujarat High Court News: મહેસાણાની દુષ્કર્મની 16 વર્ષની પીડિતા કરાવી શકશે ગર્ભપાત, હાઈકોર્ટે આપી પરવાનગી
મામલાને લઈને એવી માથાકુટ થઈ ગઈ હતી કે મંદિર સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને સ્થળ પર આવી પહોંચી હતી. જેને પગલે પોલીસે હાલ તો ગણેશ મહોત્સવની મંજુરી મેળવવાનું કહી ટોળાને વિખેરી નાખ્યું હતું. ગણેશ મહોત્સવના આયોજકોએ હવે સવારના 11 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જે પછી વધુ આગળ નક્કી કરવામાં આવશે. હવે આ મામલો ક્યાં સુધી જાય છે તે સમય જ કહેશે. ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ વીટીવીના અહેવાલ અનુસાર ગણેશોત્સવ આયોજનની જગ્યા પર સ્વામીએ રેતી કપચીના ઢગલા કરી દીધા અને કબ્જો જમાવી લીધો હોવાથી લોકો રોષે ભરાયા છે.
રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલી કિરણસિંહ હાઈસ્કૂલના બાલાજી હનુમાન મંદિરને લઈને વિવાદ ઊભો થયો છે. આ વિવાદને કારણે ગણેશ મંડળના આયોજકો રોષે ભરાયા છે. ગણેશોત્સવના ગ્રાઉન્ટની મંજુરી અને ફી ધારા ધોરણો પ્રમાણે ભરવા છતા ઉજવણી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ લગાવાઈ રહ્યો છે. લોકોના ટોળા એક્ઠા થઈ ગયા છે. જેસીબીની મદદથી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી કપચી દુર કરી હતી. આપને જણાવી દઈએ કે બાલાજી મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકનું છે.