ભાજપ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ રાજકીય પાર્ટી, વિશ્વના પ્રસિદ્ધ અખબારે કોની કરી પ્રશંસા ?
અમદાવાદઃ અંમેરિકાના પ્રમુખ અખબારે પોતાના એક ઓપિનિયનમાં ભાજપને વિશ્વની સૌથી મહત્વપૂર્ણ રાજનૈતિક પાર્ટી ગણાવી છે.લેખમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપ આગામી લોકસભઆ ચૂંટણી જીતવા માટે આગળ વધી રહી છે. અને ત્યારબાદ રાજનીતિમાં તેમની પકડ મજબૂત બનશે. અખબારના લેખમાં એવું પણ લખ્યું છે કે ભારતની મદદ વિના ચીનને રોકવામાં અસફળતા મળી શકે છે.
અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલે ભાજપને વિશ્વની સૌથી મહત્વપૂર્ણ પાર્ટી ગણાવી છે. તેમના એક લેખમાં તેમણે કહ્યું કે, ભાજપ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ રાજકીય પાર્ટી છે. અમેરિકાના પ્રમુખ શિક્ષણવિદ વોલ્ટર રસેલ મીડે લખ્યું છે કે, અમેરિકી રાષ્ટ્રીય હીતને ધ્યાનમાં રાખીએ તો ભાજપ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ રાજનૈતિક પાર્ટી છે.મીડ આગળ લખે છે કે, સતત ત્રીજીવાર ભાજપ 2024માં પણ ચૂંટણી જીતશે. તેમણે એવું પણ લખ્યું છે કે, ભાજપને કોઈપણ રીતે ઓછો આંકી શકાય નહીં. જર્નલે કહ્યું કે 2014 અને 2019માં સતત જીત મેળવ્યા બાદ બીજેપી 2024માં પણ ફરી જીત તરફ આગળ વધી રહી છે. ભારત એક મોટી આર્થિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે.
ભારત વિના અમેરિકા ચીનને રોકી નહીં શકે
આ જર્નલમાં કહેવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં BJP ભારતમાં ઝડપથી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરશે. તેની મદદ વિના, ચીનની વધતી શક્તિને નિયંત્રિત કરવાના અમેરિકન પ્રયાસો નિષ્ફળ જશે. લેખક મીડ માને છે કે ભાજપને ઓછો આંકવામાં આવે છે કારણ કે તે મોટાભાગના બિન-ભારતીય લોકો માટે અજાણ્યા લાગે છે. વોલ સ્ટ્રીટ જર્નલે કહ્યું કે ભાજપની ચૂંટણી રણનીતિમાં હિંદુ એજન્ડા સ્પષ્ટ દેખાય છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ પશ્ચિમી ઉદારવાદના ઘણા વિચારો અને પ્રાથમિકતાઓને નકારી કાઢે છે.
બીજેપી, ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીની જેમ, એક અબજથી વધુ લોકો ધરાવતા દેશને વૈશ્વિક મહાસત્તા બનવાની આશા રાખે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલમાં લિકુડ પાર્ટીની જેમ ભાજપ પણ લોકપ્રિય રેટરિકની સાથે સાથે પરંપરાગત મૂલ્યોનો ઉપયોગ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડાબેરી-ઉદારવાદી વિચારધારા ઘણીવાર નરેન્દ્ર મોદીના ભારતને જુએ છે અને પૂછે છે કે તે ડેનમાર્ક જેવું કેમ નથી. તેની ચિંતા સંપૂર્ણપણે ખોટી નથી. શાસક ગઠબંધનની ટીકા કરનારા પત્રકારોને ઉત્પીડન અને વધુ ખરાબનો સામનો કરવો પડી શકે છે. તે કહે છે કે ઘણા લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની તાકાતથી ડરતા હોય છે. આરએસએસ એ દેશવ્યાપી હિંદુ રાષ્ટ્રવાદી સંગઠન છે અને ભાજપ નેતૃત્વ સાથે તેના ગાઢ સંબંધો છે.
RSSની શક્તિનો ડર
લીડ લખે છે કે, અમેરિકાના વિશ્લેષક ખાસ કરીને જે લેફ્ટ લિબરલ વિચારધારા વાળા છે તેઓ ઘણીવાર નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવે છે. તેમની ચિંતાઓ સંપૂર્ણપણે ખોટી પણ નથી. કારણ કે જે પત્રકાર સત્તાધારી પાર્ટીની આલોચના કરે છે તેમને હેરાનગતિનો સામનો કરવો પડે છે. લીડે તેના લેખમાં લખ્યું છે કે ભારતીય લઘુમતીઓને, જેઓ હિંદુત્વ વિચારધારાની વિરુદ્ધ છે, તેમને ટોળાની હિંસા અને ધર્માંતરણ વિરોધી કાયદાઓનો સામનો કરવો પડે છે. અમેરિકી અખબારમાં કહેવામાં આવ્યું છે કે, મોટાભાગના લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અખવા આરએસએસની શક્તિથી ડરે છે.આરએસએસ એક રાષ્ટ્રવ્યાપી હિંદુવાદી સંગઠન છે જેનો ભાજપ સાથે ખુબ ઘનિષ્ઠ સંબંધ છે. જો કે મીડનું માનવુ છે કે, ભાજપ એક જટિલ દેશ છે જ્યાં બીજી વાતો પણ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.
લીડે RSSની પ્રશંસા કરી
લીડ લખે છે કે, ભાજપે ભારતના ઉત્તર-પૂર્વમાં ખ્રિસ્તી બહુમતી ધરાવતા રાજ્યોમાં નોંધપાત્ર રાજકીય વિજય મેળવ્યો છે. તેમણે લખ્યું, ‘લગભગ 20 કરોડની વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારને શિયા મુસ્લિમોનું જોરદાર સમર્થન છે. જાતિ ભેદભાવ સામે લડવાના પ્રયાસોમાં આરએસએસના કાર્યકરોએ મહત્વની ભૂમિકા ભજવી છે.’
આ પણ વાંચોઃ NCPનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો જોખમમાં, ચૂંટણી પંચ કરશે સમીક્ષા
CM યોગી અથવા મોહન ભાગવત સાથે મુલાકાતનો ઉલ્લેખ
લીડે તેના લેખમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આરએસએસના વડા મોહન ભાગવત સાથેની બેઠકનો ઉલ્લેખ કર્યો છે. મીડે લખ્યું, ‘ભાજપ અને આરએસએસના વરિષ્ઠ નેતાઓ અને તેમના કેટલાક ટીકાકારો સાથેની વ્યાપક બેઠકો પછી, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે અમેરિકનો અને પશ્ચિમી લોકોએ એક જટિલ અને શક્તિશાળી ચળવળ સાથે વધુ ઊંડાણપૂર્વક જોડાવવાની જરૂર છે. હાંસિયામાં ધકેલાઈ ગયેલા બૌદ્ધિકો અને ધાર્મિક ઉત્સાહીઓનું બનેલું, આરએસએસ કદાચ વિશ્વનું સૌથી શક્તિશાળી નાગરિક-સમાજ સંગઠન બની ગયું છે.’ મુખ્ય પ્રધાનો યોગી આદિત્યનાથ અને મોહન ભાગવત સાથેની તેમની બેઠકોને યાદ કરતાં, મીડ લખે છે, ‘એવું લાગે છે કે આંદોલન એક ક્રોસરોડ પર પહોંચી ગયું છે. . જ્યારે હું ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપતા હિન્દુ સાધુ યોગી આદિત્યનાથને મળું છું, જે ચળવળના સૌથી કટ્ટરપંથી અવાજોમાંના એક માનવામાં આવે છે, અને કેટલીકવાર પીએમ મોદીના અનુગામી તરીકે જોવામાં આવે છે. અને ક્યારેક ક્યારેક 72 વર્ષિય પ્રધાનમંત્રી મોદીના અનુગામી માનવામાં આવે છે.
લીડ તેના લેખના અંતે લખે છે, ‘ભાજપ અને આરએસએસમાં જોડાવાનું આમંત્રણ અમેરિકનો નકારી ન શકે. ચીન સાથે તણાવ વધતાં અમેરિકાને આર્થિક અને રાજકીય ભાગીદાર તરીકે ભારતની જરૂર છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…