લંડનમાં ખાલિસ્તાનીઓને મુંહતોડ જવાબ,હજારો ભારતીયોએ ત્રિરંગો ફરકાવ્યો, બ્રિટિશ પોલીસ પણ હિન્દી ગીત પર ઝુમી ઉઠી
લંડન : શહેરમાં રવિવારે ઇન્ડિયન હાઇ કમિશન પર ખાલિસ્તાનીઓના હુમલા બાદ તસવીરની બીજી તરફ દેખાઇ છે. મંગળવારે સેંકડો ભારતીય નાગરિકો ઇન્ડિયન હાઇ કમિશન બહાર એકત્ર થયા હતા. ભારતની એકતાનો સંદેશ પણ આપ્યો હતો. આ દરમિયાન ભારત માતાની જય અને જય હિંદના નારા ગુંઝી ઉઠ્યા હતા. પ્રદર્શન કરી રહેલા લોકો ભારતીય ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરના ઓસ્કરા વિનિંગ સોંગના તાલે નાચતા જોવા મળ્યા હતા. વાતાવરણ ખુબ જ ખુશનુમાં હતું. આ ગીત પર એક બ્રિટિશ પોલીસ અધિકારીઓ પણ ભારતીયો સાથે જોવા મળી રહ્યા હતા. કેટલાક અધિકારીઓ યુવતી સાથે ડાન્સ શીખી રહ્યા હતા.
ખાલિસ્તાની પ્રવૃતિઓનો વિરોધ કરવા લંડનમાં સેંકડો ભારતીયો એકત્ર થયા
મંગળવારે ખાલિસ્તાનીઓની પ્રવૃતિઓનો વિરોધ કરવા માટે એકત્ર થયેલા લોકો ખુશ હતા. આ લોકોનું કહેવું હતું કે, કેટલાક લોકો ભારતીયોની શાંતિ અને અખંડતાનો ભંગ કરવા ઇચ્છે છે. આ લોકોને અમે જવાબ આપવા માટે અહીં એકત્ર થયા છીએ. રવિવારે ખાલિસ્તાનીઓએ તોડફોડ કરીને ત્રિરંગો ઉતારી લીધો હતો. જો કે ત્યારે પોલીસ હાજર નહોતી. મંગળવારે તસવીર કંઇક અલગ જ હતી. મેટ્રો પોલીસની ટીમ એલર્ટ પર હતી. રવિવારે જ સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દુતાવાસ પર ખાલિસ્તાનીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાંના દરવાજા અને બારીઓ પર પથ્થરમારો કરીને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો.
નવી દિલ્હીમાં પણ ખાલિસ્તાનીઓનો વિરોધ કરવામાં આવ્યો
લંડનમાં રવિવારે ભારતીય હાઇ કમિશનમાં તોડફોડની ઘટનાનો વિરોધ સોમવારે નવી દિલ્હીમાં પણ કરાયો હતો.લંડનમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા હાઇ કમિશનનો ત્રિરંગો ન માત્ર ઉતારવામાં આવ્યો પરંતુ તેનું અપમાન પણ કરવામાં આવ્યું હતું. ખાલિસ્તાનીઓ દ્વારા બેનર-પોસ્ટર લગાવ્યા હતા. ભારત તો અમારૂ ગૌરવ છે. જો કે ત્રિરંગાનું અપમાન કોઇ પણ સ્થિતિમાં સહી શકાય નહી. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના ઝંડાનું માન વધારવા એકત્ર થયેલા લોકોમાં અનેક શીખો પણ હતા તેમણે પણ ખાલિસ્તાનીઓનો વિરોધ કર્યો અને કહ્યું કે, દેશના તિરંગાનું અપમાન સહ્ય નથી.