10 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે છે પેટ્રોલ અને ડીઝલ, ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news
Petrol and Diesel Price: સામાન્ય જનતાને ટૂંક સમયમાં જ મોટી રાહત મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનું વિચારી રહી છે. ઓઈલ કંપનીઓનો નફો ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં 75000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે અને તેને ધ્યાનમાં રાખીને જ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. આ વાત હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટમાં કહેવામાં આવી છે. આ પગલાથી મોંઘવારીને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.

એપ્રિલ 2022થી કિંમતોમાં નથી થયો કોઈ ફેરફાર

સરકારી ફ્યુઅલ રિટેલર્સે એપ્રિલ 2022 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે કંપનીઓએ પ્રાઈસિંગ રિવ્યૂ (Pricing Review)નો સંકેત આપ્યો છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને 10 રૂપિયા પ્રતિ લીટરનો પ્રોફિટ માર્જિન થઈ શકે છે, જે હવે ગ્રાહકોને આપી શકાય છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓને થયો જોરદાર નફો

સૂત્રોએ સંકેત આપ્યો છે કે ત્રણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC)ને નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ મહિનામાં મજબૂત નફો થયો છે. નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીમાં 4917 ટકાનો વધારો જોવા મળ્યો છે. એક સૂત્રએ કહ્યું છે કે, ‘પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર હાયર માર્કેટિંગ માર્જિનને કારણે 3 ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નાણાકીય વર્ષ 2023-24ના પહેલા અને બીજા ક્વાર્ટરમાં તગડો નફો થયો છે અને આ ટ્રેન્ડ ત્રીજા ક્વાર્ટરમાં પણ જોવા મળી શકે છે. આ કારણોસર કંપનીઓ આ મહિનાના અંત સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5થી 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવા પર વિચાર કરી શકે છે.’

કઈ કંપનીને કેટલો થયો નફો?

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ને જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 5826.96 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. ક્રૂડ ઓઈલના નીચા ભાવ અને ઊચું ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (GRM)ને કારણે નફામાં ધરખમ વધારો થયો હતો. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ને સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં રૂ.8244 કરોડનો ચોખ્ખો નફો થયો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT