Ahmedabad માં ફરી કોરોનાની એન્ટ્રી, સ્વાઈન ફ્લૂના કેસમાં પણ અચાનક ઉછાળો, જુઓ કેટલા કેસ નોંધાયા

ADVERTISEMENT

ahmedabad covid cases
અમદાવાદમાં ફરી કોરોનાની એન્ટ્રી
social share
google news

Ahmedabad covid cases: રાજ્યમાં હાલ આમ તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજુ પણ વહેલી સવારે ઠંડીનો વાયરો જોવા મળે છે. જેના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થતો જોવા મળે છે. મિશ્ર ઋતુના કારણે રાજ્યમાં વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો છે, ત્યારે અમદાવાદમાં ફરી એકવખત કોરોનાની એન્ટ્રી થઈ છે. જેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો H1N1 ઇન્ફ્લુઅન્ઝા વાઈરસ એટલે કે સ્વાઈન ફ્લૂના 180 કેસ નોંધાયા છે, જ્યારે 9 દર્દીઓ મોતને ભેટ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસમાં અચાનક ઉછાળો આવતા તબીબોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.


 
અમદાવાદમાં ફરી કોરોનાની એન્ટ્રી 

અમદાવાદની સિવિલ હોસ્પિટલની OPD પણ વાઈરલ ઈન્ફેક્શન અને સ્વાઈન ફ્લૂના દર્દીઓથી ઉભરાઈ રહી છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના પાંચ અને બે કોવિડ પોઝિટિવ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં  એક 40 વર્ષનો પુરુષ અને બીજી 75 વર્ષની મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બંને દર્દીને ઓકસીજન હેઠળ રાખવામાં આવ્યા છે.  આ સિવાય સોલા સિવિલમાં ગત અઠવાડિયા દરમિયાન 10 હજારથી વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવી પડી હોવાનું સામે આવ્યું છે. જ્યારે વાઈરલ ઈન્ફેક્શનના 1573 જેટલા કેસ નોંધાયા છે. 

પાણીજન્ય રોગચાળા પણ વકર્યો

અમદાવાદમાં છેલ્લા થોડા સમયમાં ગરમી વધવાના કારણે  પાણીજન્ય રોગચાળા પણ વકર્યો છે.  ગયાઅઠવાડિયે સોલા સિવિલમાં ઝાડા-ઉલટીના 14 કેસ નોંધાયા છે. જો મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો, ડેન્ગ્યુના 73 શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા, જે પૈકી 3 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મેલેરિયાના 205 અને ચિકનગુનિયાના 7 શંકાસ્પદ દર્દીઓના નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત હિપેટાઈટિસના બે અને મેલેરિયાના ચાર દર્દીઓ નોંધાયા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT