સ્પા-હોટલોમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા પર સપાટો, ગુજરાત પોલીસના રાજ્યવ્યાપી 851 સ્થળોએ દરોડા

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Police Raid: રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડીંગ તથા હોટલ પર દરોડા શરૂ કર્યા છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા એક જ દિવસમાં 851 સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.

152 આરોપીઓ સામે ગુનો દાખલ

પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં રાજ્યભરમાંથી 152 આરોપીઓ સામે ગુના દાખલ કરી 103 FIR નોંધવામાં આવી છે. 152 આરોપીઓ પૈકી 105 આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા 27 જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

24 કલાક બાદ પણ દરોડા ચાલુ

ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં 18 ઓક્ટોબરથી આવા શંકાસ્પદ સેન્ટરો પર દરોડા પાડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

અમદાવાદમાં PI-PSIની બદલી

રાજ્યભરમાં પોલીસના દરોડા વચ્ચે અમદાવાદ શહેરમાં પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનરે 10 પીઆઈ અને 56 PSI ની આંતરિક બદલીઓના આદેશ આપ્યા છે. દરિયાપુર, ખોખરા, EOW, સ્પે. બ્રાન્ચ અને SOG, ક્રાઇમના PIની બદલી કરવામાં આવી છે. તથા ઘણા સમયથી બાકી રહેલી PSI ની પણ બદલી કરાઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT