ગુજરાતમાં અત્યારે લોકસભા ચૂંટણી થાય તો કઈ પાર્ટીને કેટલી સીટ મળે? INDIA ગઠબંધન બાદ પહેલો સર્વે

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Loksabha election 2024 Survey: 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના NDAને રોકવા માટે વિરોધ પક્ષોએ ‘INDIA’ નામનું ગઠબંધન બનાવ્યું છે. ગયા અઠવાડિયે સમાપ્ત થયેલું ચોમાસું સત્ર પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. અવિશ્વાસ પ્રસ્તાવના વોટિંગમાં બીજેપીના નેતૃત્વમાં એનડીએને મોટી જીત મળી છે. Times Now Navbharat અને ETG નો સર્વે ચોમાસુ સત્ર પછી કરવામાં આવ્યો છે. આ સર્વે મુજબ હવે ચૂંટણી થાય તો ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? તેનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં તાજેતરના સર્વેમાં તમામ પક્ષોની વોટ ટકાવારીનો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે.

કોને-કેટલી બેઠકો?
ટાઈમ્સ નાઉ નવભારત અને ETG એ કેન્દ્ર અને ગુજરાતમાં સત્તા માટે સક્ષમ ભાજપના નેતૃત્વ હેઠળના NDA માટે 58.60% મતોનું અનુમાન કર્યું છે. વિરોધ પક્ષોના ગઠબંધન I.N.D.I.A.ને 38.60 ટકા મત મળવાનો અંદાજ બહાર આવ્યો છે, જ્યારે 2.80 ટકા મત અન્યના ખાતામાં જઈ શકે છે. સર્વેમાં વિપક્ષી ગઠબંધન પર એનડીએની લીડ વધી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. હાલ તમામ 26 બેઠકો ભાજપ પર છે. મોનસૂન સત્ર પછીના આ તાજેતરના સર્વેમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ક્લીન સ્વીપની આગાહી કરવામાં આવી છે. જો આવું થાય છે, તો તે ત્રીજી વખત બનશે જ્યારે ભાજપ ફરીથી તમામ 26 બેઠકો જીતશે. પાર્ટીએ 2014ની ચૂંટણીમાં પણ તમામ 26 બેઠકો જીતી હતી.

NDA માટે એક બાબત ચિંતાની
ટાઈમ્સ નાઉ નવભારત અને ઈટીજીના સર્વેમાં જે ચિત્ર સામે આવ્યું છે. તેમાં ભાજપ એક પણ બેઠક ગુમાવી નથી. આ તસવીર ચોમાસુ સત્ર પછીની છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 62.21% વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 32.11% વોટ મળ્યા હતા. રાજ્યમાં I.N.D.I.A. કોંગ્રેસ અને AAP ગઠબંધનમાં એકસાથે લડવાને કારણે ભાજપ મતોની અમુક ટકાવારી ગુમાવી રહ્યું છે. જો તાજેતરના સર્વે સાથે સરખામણી કરીએ તો ભાજપ ફરી 26 બેઠકો જીતતી જોવા મળી રહી છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 15 અને કોંગ્રેસને 11 બેઠકો મળી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT