BREAKING: મતદાનના એક દિવસ પહેલા અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ADVERTISEMENT

Ahmedabad News
Ahmedabad News
social share
google news

Ahmedabad News: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા આતંકી હુમલાની ધમકી મળી છે. અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિલ્હીને જેમ સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકીના ઈ-મેઈલ મળતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. સ્કૂલોએ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ માટે કાવતરું ઘડી રહ્યા છે આતંકવાદીઓ, પાકિસ્તાન તરફથી મળી ધમકી... ICCનું વધ્યું ટેન્શન

રશિયન સર્વરથી ઈ-મેઈલ મળવાનું અનુમાન

વિગતો મુજબ, રશિયન સર્વરમાંથી બ્લાસ્ટની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યો હોવાનું અનુમાન છે. થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં પણ આ રીતે ધમકીભર્યા ઈ-મેઇલ સ્કૂલોને મળ્યા હતા. જે બાદ સ્કૂલોને ખાલી કરાવીને તપાસ કરવામાં આવી હતી. જોકે તપાસ બાદ કોઈપણ સ્કૂલમાંથી વિસ્ફોટક પદાર્થ મળ્યો નહોતો.

આ પણ વાંચો: ISC ICSE Result 2024 Live Updates: ધો.10-12 બોર્ડનું પરિણામ જાહેર, આ રીતે ફટાફટ ચેક કરો

અમદાવાદની આ સ્કૂલોને ધમકી મળી

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ, ચાંદખેડાની કેન્દ્રિય વિદ્યાલય સહિત થલતેજની આનંદ નિકેતન સ્કૂલ સહિત 7 જેટલી સ્કૂલોને ધમકી મળી હોવાની ચર્ચા છે. ધમકીને પગલે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને તપાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

તપાસ બાદ પોલીસ દ્વારા નિવેદન જાહેર કરીને કહેવાયું છે કે, સ્કુલોના ચેકીંગ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે અન્ય કોઈ વિસ્ફોટક જણાઈ આવેલ નથી. તેમજ તે વિસ્તારમા પોલીસ પેટ્રોલીંગ કરવામા આવી રહ્યુ છે. ક્રાઈમ બ્રાન્ચ ની વિવિઘ ટીમો ટેકનીકલ ઈન્વેસ્ટીગેશન દ્વારા તપાસ ચાલુ છે. અમદાવાદ પોલીસ દ્વારા સ્કુલોને મળેલ ઘમકી ભર્યા મેઈલ ને ગંભીરતા પુર્વક તપાસ કરવામા આવી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા અપીલ કરવામા આવે છે કે “કોઈએ આ બાબતે ગભરાવવાની જરુર નથી, કોઈ પણ પ્રકારની અફવાઓ સોશિયલ મીડીયા પર આવતા ખોટા મેસેજોથી દુર રહેવુ, શાંતી રાખવી અને સાવધાન રહેવુ. 

આ સ્કૂલોમાં કરાઈ તપાસ

(૧) આર.બી. કેન્ટોન્મેન્ટ એ.પી.એસ. સ્કુલ, શાહીબાગ 
(૨) કેન્દ્રીય વિઘ્યાલય , ઓ.એન.જી.સી. ચાંદખેડા 
(૩) ન્યુ નોબલ સ્કુલ, વ્યાસવાડી, કઠવાડા નરોડા 
(૪) કેન્દ્રીય વિઘ્યાલય, સાબરમતી, 
(૫) ગ્રીનલોન્સ સ્કુલ, જેઠાભાઈની વાવ પાસે, વટવા 
(૬) મહારાજા અગ્રસેન વિઘ્યાલય, મેમનગર 
(૭) આનંદ નિકેતન સ્કુલ, સેટેલાઈટ 
(૮) એશીયા ઈન્ગલીશ સ્કુલ વસ્ત્રાપુર 
(૯) કેલોરેક્ષ સ્કુલ, ઘાટલોડીયા 
(૧૦) કુમકુમ વિઘ્યાલય , આવકાર હોલની બાજુમા ઘોડાસર

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT