મેઘરાજા ખમૈયા કરો, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં હજુ કમોસમી વરસાદની આગાહી

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Rain: રાજ્યમાં શિયાળાની ઠંડી વધવાની સાથે સાથે વરસાદી માવઠાના કારણે માઠી દશા બેઠી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના ઘણા તાલુકાઓમાં છેલ્લા અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ પણ ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં હજુ પણ છૂટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજે સોમવારે ક્યાં વરસાદ પડી શકે?

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અરવલ્લી, ખેડા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત તથા ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.આ ત્યારે ગઈકાલે રવિવારે પણ રાજ્યના 21 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

રવિવારે 21 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો બાલાસિનોરમાં સવા ઈંચ, ગળતેશ્વરમાં પોણો ઈંચ અને લુણાવાડામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. મોરબી-હડફમાં, વિજય નગર, ઠાસરામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. નોંધનીય છે કે, ખેતરમાં ઊભા પાકને વરસાદે ધોઈ નાખતા ખેડૂતો માટે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. મહિનાઓની મહેનત કલાકોના વરસાદે ધોઈ નાખતા જગતનો તાત ચોધાર આંસુએ રડી રહ્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

રાજ્યભરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરીને ખેડૂતોને વળતર આપવાની પણ વાત કહેવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT