ગૌણ સેવા પસંદગી મંડળની મોકૂફ પરીક્ષાના નવા Call Letter જાહેર, જુઓ કેવી રીતે ડાઉનલોડ થશે

ADVERTISEMENT

GSSSB Clerk Call Letter 2024
પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર
social share
google news

GSSSB Clerk Call Letter 2024: જુનિયર ક્લાર્ક સહિતના કેડરની જા. ક્ર. 212/2023-24 પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વની અપડેટ સામે આવી રહી છે. લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મોકૂફ રાખેલી પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે.  તારીખ 11, 13, 14, 16, 17 અને 20 ના રોજ આ મોકૂફ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પરીક્ષાના કોલલેટર (પ્રવેશ પત્ર) આજે સાંજે 6:00 કલાક થી પરીક્ષા દિવસ સુધી ડાઉનલોડ કરી શકાશે.

પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Group-A and Group-B Combined Competitive Examination) અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાને અગાઉ તા. 20, 21,27 અને 28 એપ્રિલ તથા 4 અને 5  મે ના રોજ સ્થગિત કરવામાં આવી હતી જે હવે તારીખ 11/5, 13/5, 14/5, 16/5, 17/05 અને 20/5 ના રોજ 4 શીફ્ટમાં આયોજન કરવામાં આવ્યું છે. અગાઉની જાહેરાત પ્રમાણે ઉમેદવારોએ નવા કોલલેટર તા. 8/5/2024 ના રોજથી ડાઉનલોડ કરવાના હતા પરંતુ નવીનત્તમ જાણકારી અનુસાર મંડળ દ્વારા કોલલેટર આજે સાંજે 6:00 કલાકથી ડાઉનલોડ કરી શકાશે.

જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાના નિર્ણય પર મહત્વપૂર્ણ સમાચાર, તમામ DEOને અપાયો મોટો આદેશ?

Call Letter કેવી રીતે ડાઉનલોડ કરવા

  1. કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?
  2. https://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું
  3. MCQ-CBRT પદ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પર Click કરવું 
  4. ત્યારબાદ "Primary Exam Call Letter" પર "Click" કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં "Confirmation Number" તથા "Birth Date" ટાઇપ કરીને Print Call Letter પર “Click" કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે.
  5. જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે).
  6. ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ Call Letter તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવે છે.
  7. ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઇ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.
     

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT