LokSabha Election: 5 લાખનો ટાર્ગેટ તો છોડો ભાજપને ગુજરાતની આ બેઠક પર જીતવું પણ મુશ્કેલ! સમજો સમીકરણ

ADVERTISEMENT

LokSabha Election 2024
એવી છ બેઠક જે ભાજપને જીતવી મુશ્કેલ!
social share
google news

LokSabha Election 2024: લોકસભાની ચૂંટણી 2024માં બે તબક્કામાં મતદાન સમાપ્ત થયું છે. હવે 7 મે ના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. જેમાં ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાન થશે. રાજ્યમાં 26 બેઠકો છે. જોકે સુરતની બેઠક બિનહરીફ થતા હવે 25 સીટો પર ચૂંટણી થશે. આ દરમિયાન ભાજપ દ્વારા 5 લાખની લીડ સાથે જીતની હેટ્રીકની વાત કરવામાં આવી રહી છે. ત્યારે ચાલો આપણે કેટલા સમીકરણોના આધારે જાણીશું કે શું 5 લાખની લીડ સાથે ભાજપ ગુજરાતની બધી બેઠક મેળવી શકે તેવી સ્થિતિમાં છે ખરી? કે પછી ગુજરાતની અમૂક બેઠક પર કોંગ્રેસ ભાજપના ઉમેદવારને ટક્કર આપે તેવી સ્થિતિમાં છે? આ પ્રશ્નના જવાબ રાજકીય આંકડા અને નિષ્ણાતોના સમીકરણોના આધારે સમજવાનો પ્રયાસ કરીશું.

એવી છ બેઠક જે ભાજપને જીતવી મુશ્કેલ!

ગુજરાતની છ બેઠકો એવી છે જ્યાં આપણને ભાજપના ઉમેદવાર કરતાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત દેખાય રહી છે. એટલે કે આ જગ્યાઓ પર કોંગ્રેસના ઉમેદવાર જીત માટે ખૂબ જોર લગાવી રહ્યા છે પણ હવે જોવાનું રહ્યું કે આ પ્રચાર શું મતમાં પરિવર્તિત થશે કે કેમ? 5 લાખ લીડનો ટાર્ગેટ ગુજરાતની જે છ બેઠકો પર મુશ્કેલ છે તેમાં રાજકોટ, જુનાગઢ,બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠા,વલસાડ અને આણંદનો સમાવેશ થાય છે.

1. રાજકોટ

આ પણ વાંચો

ADVERTISEMENT

રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી (Rupala Controversy)ને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ બેઠક પર રૂપાલાની સામે ઉભેલા પરેશ ધાનાણીને તેનો ફાયદો મળશે કે શું? પણ અત્યારના ક્ષત્રિય સમાજના રોષને જોતાં રાજકીય નિષ્ણાતો એવું માની રહ્યા છે કે રાજકોટ બેઠક પર 5 લાખ લીડનો ટાર્ગેટ પૂર્ણ થાય તેવી હાલત દેખાય રહી નથી. 

2. જુનાગઢ 

ADVERTISEMENT

જુનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને તેની સામે કોંગ્રેસના ઉમેદવાર હિરભાઈ જોટવા વચ્ચે ટક્કર છે. આ બેઠક પર જો વિધાનસભા 2022આ સમીકરણની વાત કરવામાં આવે તો વિપક્ષ 33,152 મતે આગળ છે. જૂનાગઢ લોકસભા હેઠળની સાતેસાત વિધાનસભા બેઠકોના વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણી વખતના મત પ્રમાણે ભાજપના મત નવા ઈન્ડિયા ગઠબંધન કરતા ઓછા પડી રહ્યા છે. આ કારણસર ભાજપ માટે આ બેઠક પણ કોંગ્રેસ જીતી શકે તેવું રાજકીય તજજ્ઞો ગણિત માંડી રહ્યા છે.  

ADVERTISEMENT

JEE Advanced ના રજિસ્ટ્રેશન સમયે વિદ્યાર્થીએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર ફોર્મ થશે રદ્દ

આ બેઠક પર વર્ષ ર૦રરમાં ત્રિપાંખીયો જંગ થયો હતો, જેના કારણે કોંગ્રેસને નુકસાન ગયું હતું. જો કે આ વર્ષે હવે કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કરી લીધુ છે. કોંગ્રેસ અને આપના મતના ટોટલ મુજબ જૂનાગઢ લોકસભા હેઠળની વિધાનસભા બેઠકોમાં ફરીવાર ભાજપનો સ્થિતિ નબળી જોવા મળી રહી છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ સાતેસાત વિધાનસભા સીટ પર ભાજપને 5,15,998 મત મળ્યા હતા. કોંગ્રેસને 3,18,692 અને આપને 2,30,458 મત મળ્યા હતા. કોંગ્રેસ અને આપના ગઠબંધન મુજબ તે મતની સંખ્યા 5,49,150 મત થાય છે, જેથી ભાજપ કરતા ઈન્ડિયા ગઠબંધનને 33,152 મત આગળ જોવા મળી રહ્યા છે. જેના આધારે રાજકીય ગણિતને જોતાં આ બેઠક પર કોંગ્રેસની જીત માટેની સ્થિતિ જોવા મળી રહી છે.

3. ભરૂચ

ગુજરાતની સૌથી વધુ લોક ચર્ચિત બેઠક આ વખતે ભરૂચ છે, તેનું મુખ્ય કારણ આપ ઉમેદવાર ચૈતર વસાવા છે. ભાજપે 6 ટર્મથી ચૂંટાયેલા મનસુખ વસાવાને 7મી વખત ટિકિટ આપી છે. તો ઈન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી ઘણી રસપ્રદ રહેશે તેવું મતદારોથી લઈ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. જે રીતે ગ્રાઉન્ડ લેવલ પર ચૈતર વસાવાની લોકપ્રિયતા જોવા મળી રહી છે અને તેનો પ્રચાર કરવામાં આવી હયો છે તે પ્રમાણે આ બેઠક પર વસાવા vs વસાવાનો જંગ પણ ખૂબ રસપ્રદ રહેશે અને ભાજપની જીતની વાત પર પાણી ફેરવી શકે છે.  

4. સાબરકાંઠા

સાબરકાંઠા લોકસભા બેઠક આ વખતે ભાજપના આંતરિક વિવાદના કારણે ખૂબ ચર્ચામાં રહી છે. ભાજપે પહેલાં ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા, પરંતુ તેમની અટક અંગે વિવાદ થતાં ભાજપે પોતાના ઉમેદવાર બદલવા પડ્યા. ભાજપે ભીખાજી ઠાકોરના સ્થાને  શોભનાબેન બારૈયાને મેદાનમાં ઉતાર્યા છે. જેની લડાઈ તુષાર ચૌધરી સામે છે. આ બેઠક પર શોભનાબેન બારૈયાને ટિકિટ આપતાં ભીખાજી ઠાકોરના સમર્થકો નારાજ થયા. સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાં ભીખાજીના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધના પડઘા ગાંધીનગર સુધી પડ્યા. વિરોધને શાંત કરવા માટે મુખ્યમંત્રીના નિવાસે એક બેઠક યોજાઇ હતી, જેમાં ભીખાજીના સમર્થકોને વન ટુ વન સાંભળવામાં આવ્યા હતા અને જાહેરમાં કંઇ ન બોલવા માટે સૂચના અપાઇ હતી. હાલ તો આ વિરોધનો વંટોળ શાંત થઈ ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે પણ સ્થાનિકો પાસેથી મળતી માહિતીના આધારે ક્યાંકને ક્યાંક આંતરિક વિરોધ છે તો ખરા! આ જ કારણ ભાજપને 5 લાખની લીડમાં બાધા બનશે અને એવું પણ થઈ શકે કે તેનો ફાયદો કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને મળે.  

Breaking: T-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કે.એલ રાહુલ-ઈશાન કિશન બહાર, હાર્દિક વાઈસ કેપ્ટન

5. વલસાડ

વડોદરામાં પોસ્ટર વોર બાદ હવે વલસાડ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવારને લઈ પત્રિકા વાયરલ થઈ હતી. ભાજપનાં ઉમેદવાર અંગે સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થઈ હતી. ધવલ પટેલને ઉમેદવાર બનાવતા અગ્રણીઓ- કાર્યકર્તાઓ નારાજ થયા હોવાનો પત્રિકામાં દાવો કરવામાં આવ્યો હતો. પત્રિકામાં વલસાડ બેઠક પર ભાજપનાં ઉમેદવાર બદલવાની માંગ પણ કરવામાં આવી કરવામાં આવી હતી. એવામાં રાજકીય નિષ્ણાતો એવું પણ માની રહ્યા છે કે, અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર જે આ વિસ્તારમાં આદિવાસી આગરની તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના લડાયક નેતા તરીકે અનંત પટેલ લોકપ્રિય છે. દક્ષિણ ગુજરાતમાં જાતીય સમીકરણોના આધારે અનંત પટેલ ફિટ બેસે છે. જે ભાજપના ઉમેદવારને જીતમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.

6. બનાસકાંઠા

બનાસકાંઠા (BANASKANTHA) લોકસભા બેઠક પર આ વખતે રસપ્રદ જંગ જામશે. ભાજપે બનાસડેરીના સ્થાપકના પૌત્રી ડૉ.રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. તો બીજી તરફ કોંગ્રેસે સિટિંગ ધારાસભ્ય અને ઠાકોર સમાજમાંથી આવતા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે.બનાસકાંઠાના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો અહીં ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારો નિર્ણાયક છે. મતદારના સંખ્યાબળની દ્રષ્ટિએ અહીં 4 લાખ 50 હજારથી વધુ મતદારો ક્ષત્રિય ઠાકોર સમાજના છે.કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભાવનાત્મક પ્રચારના આધારે રાજકીય નિષ્ણાતો તેમજ જ્ઞાતિગત સમીકરણોથી કોંગ્રેસ આ બેઠક પર મજબૂત બનતી જોવા મળી રહી છે. 

આ છ બેઠક સિવાય પણ ભાજપ સામે વિરોધના સૂર

આ એવી બેઠકો છે જ્યાં નિષ્ણાતો એવું માની રહ્યા છે કે, ભાજપને પાંચ લાખની લીડ મળી શકશે નહીં અને જો કોંગ્રેસ બેઠક પર જીત મેળવે છે તો પણ નવાઈની વાત નથી. આ સિવાય ગુજરાતની બીજી ઘણી એવી બેઠકો પણ છે કે જ્યાં વિરોધના સૂર ભાજપ માટે જીતમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. અમરેલી, આણંદ સહિત બેઠકો પર કોંગ્રેસ જોરદાર પ્રચાર કરી રહી છે અને જીત માટેની દાવેદારી દાખવાના પ્રયાસો પણ કરી છે, તો હવે જોવાનું રહ્યું કે મતગણતરી સમયે કોંગ્રેસના નસીબનું પલડું કેટલું ભારે રહે છે.    


 

    follow whatsapp

    ADVERTISEMENT