બાગેશ્વર સરકાર બનશે ગુજરાતના મહેમાન, અમદાવાદ, સુરત અને રાજકોટમાં લાગશે દિવ્ય દરબાર

Krutarth

ADVERTISEMENT

Divya darbar in Gujarat
Divya darbar in Gujarat
social share
google news

Dhirendra Shastri Gujarat Visit: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સંભવત રીતે અમદાવાદ, સુરત અને રાજકોટની મુલાકાત લઇ શકે છે. જ્યાં તેઓ રોડશો દિવ્ય દરબાર અને સતસંગનું આયોજન કરી શકે છે. શાસ્તરી બે દિવસ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે હશે. ગુજરાતમાં તેમનો આ પહેલો કાર્યક્રમ હશે. જો કે સૌરાષ્ટ્ર પ્રવાસ પહેલા એક વિવાદ પણ સામે આવ્યો છે. જેમાં સહકારી ક્ષેત્રના એક અગ્રણી દ્વારા ડ્રગ્સ કયા રસ્તે આવે છે તે જણાવવા માટે પડકાર ફેંકવામાં આવ્યો છે. જો કે બાગેશ્વર સરકાર આના પર શું જવાબ આપે છે તે તો સમય જ કહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર સરકારનો કાર્યક્રમ 26 તારીખથી શરૂ થશે 2 જૂન સુધી ચાલશે. જેમાં તેઓ રાજકોટ, સુરત અને અમદાવાદમાં કાર્યક્રમ કરશે. આ ઉપરાંત તેઓ મોરારી બાપુ સાથે પણ મુલાકાત કરી શકે છે. જો કે રાજકોટમાં તેમના કાર્યક્રમ અંગેની તૈયારીઓ પણ શરૂ થઇ ચુકી છે. બાબા બાગેશ્વર 26 અને 27 મેના રોજ સુરત આવશે. અહીં તેઓ એક ભવ્ય દિવ્ય દરબારનું આયોજન કરશે. આ ઉપરાંત સત્સંગ અને પ્રવચનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરતમાં તેઓ રોડ શો પણ કરશે. આ કાર્યક્રમ બે દિવસ એટલે કે 26 અને 27 મેના રોજ આયોજીત થશે.

ત્યાર બાદ 29 અને 31 મે સુધી તેઓ અમદાવાદમાં કાર્યક્રમ આયોજીત કરશે. જેમાં ત્રણેય દિવસ અમદાવાદમાં દિવ્ય દરબાર લાગશે. લોકો મોટી સંખ્યામાં અહીં પણ ઉમટી પડે તેવી શક્યતા છે. જો કે અમદાવાદમાં તેઓ માત્ર દિવ્ય દરબારનું જ આયોજન કરશે. ત્યાર બાદ રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ કાર્યક્રમ આયોજીત થશે. જેમાં રાજકોટમાં તેઓ દિવ્ય દરબારનું આયોજન કરશે. આ ઉપરાંત રેસકોર્સ રોડ ખાતે સત્સંગનું આયોજન પણ છે. મોરારી બાપુ સાથે પણ રાજકોટમાં મુલાકાત થઇ શકે છે. જો કે હાલ તો આ તમામ કાર્યક્રમ સંભવિત છે. બાગેશ્વર ધામ તરફથી હજી આ અંગે કોઇ અધિકારીક પૃષ્ટી કરવામાં આવી નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT