Banaskantha: કૌભાંડીઓએ ગરીબોનું અનાજ પણ ન છોડ્યું, લાખોનું સરકારી રાશન બારોબાર વેચી દીધું

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Banaskantha News: બનાસકાંઠમાં ફરી એકવાર અનાજ કૌભાંડ બહાર આવ્યું છે. ડીસા બાદ દિયોદરમાં પણ અનાજ કૌભાંડ ઝડપાયું છે. ગરીબો માટે આવતું સસ્તું અનાજ બારોબાર વેચીને 9 લાખથી વધુની ગેરરીતિ અનાજ સંચાલક દ્વારા આચરવામાં આવી છે. સમગ્ર મામલે મામલતદાર અને પુરવઠા મામલતદારની તપામાં કૌભાંડ બહાર આવતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ગરીબોનું અનાજ બારોબાર વેચી નાખ્યું

વિગતો મુજબ, દિયોદરમાં ચગવાડા અને કોટડા (ફોરણા ) ગામે સસ્તા અનાજના સંચાલકને આપવામાં આવતા ઘઉં,ચોખા,તુવેરદાળ,મીઠું,ખાંડના રેશનીંગના જથ્થાને બારોબાર વેચી નાખવામાં આવ્યો. રેશન કાર્ડ ધારકો માટેનું અનાજ વેચીને સંચાલકે 9.46 લાખ રૂપિયાની ગેરરીતિ આચરી હતી. દિયોદર મામલતદાર અને પુરવઠા મામલતદાર તપાસ કરતા કૌભાંડ બહાર આવ્યું હતું. જે બાદ બંને દુકાનના સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર સામે ફરિયાદ નોંધાવાઈ છે.

દાંતામાં પણ પકડાયું હતું કૌભાંડ

નોંધનીય છે કે, બે દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લામાં પણ પુરવઠાની ટીમે રેડ કરી ગરીબો માટે ફાળવાયેલા સરકારી અનાજનો જથ્થો ખાનગી જગ્યાએથી ઝડપી પાડ્યો હતો. જેમાં દાંતા તાલુકાના રતનપુર અને દાંતાના બજારમાં આવેલા કોમ્પલેક્ષમાંથી અનાજ મળી આવ્યું હતું. સરકારી અનાજના 3.98 લાખના જથ્થાને સિઝ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટ: ધનેશ પરમાર, બનાસકાંઠા)

    follow whatsapp

    ADVERTISEMENT