બનાસકાંઠામાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનો મોતને ઘાટ ઉતાર્યો, લાવારિસ લાશનો કેવી રીતે ખૂલ્યો ભેદ?

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Banaskantha News: બનાસકાંઠાના મુડેઠા ગામમાં ખુદ પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યા બાદ તેની લાશને ગામની સીમમાં રોડને અડીને આવેલા ખેતરના ઝાંપા પાસે ફેંકી આત્મહત્યામાં ખપાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે મૃતકની શરીર ઉપર હથિયારના ઘા મળી આવતા ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો છે.

ખેતરના ઝાંપા પાસેથી મળી હતી લાવારિસ લાશ

ડીસા તાલુકાના મુડેઠા ગામની સીમમાંથી ગઈકાલે રોડને અડીને આવેલા ખેતરના ઝાંપા પાસેથી યુવકની બિનવારસી લાશ મળી આવી હતી. જેને લઈને લોકોના ટોળા એકઠા થયા બાદ ભીલડી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે મૃતક યુવકના મોંઢાનો આગળનો ભાગ ચુંથાઇ ગયેલ હોઈ પોલીસને લાશ ઓળખવામાં મુશ્કેલી પડી હતી. જોકે ભીલડી પોલીસે લાશનો કબજો લઈને તેને પોસમોર્ટમ માટે ખસેડી હત્યા કે આત્મહત્યાની તપાસના ચક્રોગતિમાન કર્યા હતા, અને અલગ-અલગ ટીમો બનાવી લાશની ઓળખ માટે તપાસ કરતા મૃતક યુવાન મુડેઠા ગામનો 35 વર્ષીય વીરાજી ચંદુજી રાઠોડ હોવાનુ સામે આવ્યું હતું.

કેવી રીતે ખૂલ્યો હત્યાનો ભેદ?

તેમજ મૃતકનો પોસમોર્ટમ રિપોર્ટ આવતા આ બાબતે પોલીસે ઝીણવટથી તપાસ કરતા યુવકનું મર્ડર થયાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે ઈ.પી.કો.કલમ 302 મુજબનો ગુનો નોંધી ત્યારબાદ ખાનગી રાહે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે મૃતકની પત્ની સોનલબેને તેના પ્રેમી અલ્પેશ રાઠોડ સાથે મળીને તેના પતિની હત્યા કરીને તેની લાશને ગામની સીમમાં ફેંકી દઈ તેને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી હતી. જેથી પોલીસે મૃતકની પત્ની સોનલ તથા તેના પ્રેમી અલ્પેશ રાઠોડ બન્નેની કડક પુછપરછ કરતા તેમણે ગુનો કબૂલતા પોલીસે બંનેની અટકાયત કરી હતી..

આ પણ વાંચો

ADVERTISEMENT

કેવી રીતે કરી પતિની હત્યા?

18 નવેમ્બરના રાત્રીના આશરે અગિયાર વાગ્યે મૃતક વિરાજી રાઠોડના ખેતરની બાજુના ખેતરમાં એરંડાના છોડની આડમા તેની પત્ની અને પ્રેમીએ લોખંડના ધારીયા વડે ઘા મારી તેનું મોત નિપજાવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે તા 19 નવેમ્બરે રાત્રે આરોપી અલ્પેશે મૃતકની લાશને ખેતરમાંથી ઢસડી લાવી મુડેઠા ગામની સીમમા ભીલડી-શિહોરી હાઇવે રોડને અડીને આવેલા અલ્કેશ ઠકકરના ખેતરના ઝાંપા પાસે ફેંકી દીધી હતી. પતિની હત્યા પાછળ પત્ની અને પ્રેમીનો અવેધ પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે.

13 વર્ષ નાના પ્રેમ સાથે મળીને કર્યો કાંડ

જ્યાં મૃતકની પત્ની સોનલ રાઠોડને (32 વર્ષ) તેના જ ગામના અને તેનાથી ઉંમરમાં 13 વર્ષ નાના અલ્પેશ રાઠોડ (19 વર્ષ) સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જ્યાં પતિ વિરાજી રાઠોડ પત્ની અને પ્રેમીના પ્રેમમાં બાધારૂપ બનતા બંનેએ સાથે મળીને પ્લાન બનાવી પતિ વિરાજી રાઠોડની હત્યા કરી તેનું કાસળ કાઢી નાખ્યું હતું. જોકે આખરે પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીનું પાપ છાપરે ચડીને પોકારતા તેમના પાપનો ફાંડો ફૂટ્યો હતો અને તેઓની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

(ધનેશ પરમાર, બનાસકાંઠા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT