VIDEO: ‘મેડમ બંધ નહીં થાય, જ્યાં વાત કરી હોય ત્યાં કરી લેજો’, MLA અને મહિલા મામલતદાર વચ્ચે તુંતું-મેંમેં

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Aravalli News: અરવલ્લીમાં દિવાળીના તહેવાર સમયે જ નાના વેપારીઓને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (MLA Dhavalsinh Zala) અને મામલતદાર વચ્ચે જાહેરમાં ચકમક ઝરી હતી. બાયડ (Bayad) શહેરમાંથી સ્ટેટ હાઈવે પસાર થતો હોવાથી ઘણીવાર અકસ્માત સર્જાયા હોય છે. એવામાં દિવાળીના તહેવાર પર વેપારીઓએ દુકાન આગળ મંડપ બાંધી દેતા પોલીસની ટીમ સાથે મહિલા મામલતદાર દબાણ હટાવવા પહોંચ્યા હતા. દરમિયાન ધારાસભ્યએ ત્યાં પહોંચીને તેમને અટકાવી દીધા હતા.

દબાણ હટાવવા પહોંચ્યા મહિલા મામલતદાર

બાયડમાં મામલતદાર પોલીસના બંદોબસ્ત સાથે મુખ્ય રોડ પર ઊભા કરાયેલા મંડપ ખસેડવા માટે પહોંચ્યા હતા. મામલાની જાણ થતા જ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ સ્થળ પર પહોંચ્યા હતા. જે બાદ મહિલા મામલદાર અને ધારાસભ્ય વચ્ચે તુતું-મેં મેં થઈ હતી. જે વીડિયોમાં કેદ થઈ હતી.

ધારાસભ્યએ જાહેરમાં ખખડાવી નાખ્યા

વીડિયામાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પહેલા પોલીસ કર્મચારીઓ સાથે વાત કરે છે અને હે છે કે, ભઈ આગળ કહી દેજો કે બંધ નહીં થાય, કહી દેજો ધારાસભ્ય સામે પડ્યા છે. દિવાળીમાં વેપારીઓને હેરાન કરવાના ધંધા શરૂ કર્યા છે. પોલીસકર્મી મામલતદાર ત્યાં હાજર હોવાનું કહેતા ધવલસિંહ આગળ જઈને મહિલા મામલતદારને કહી રહ્યા છે કે, મેડમ બંધ નહીં થાય, તમારે જ્યાં વાત કરવી હોય ત્યાં કરી લો. તમે અધિકારી છો તમારે વાત કરી લેવાની. હું પબ્લિકનો સેવક છું. નાના વેપારીઓ ક્યાં જ્યાં તેમને હેરાન કરો છે. રિપોર્ટ કરવાનો થાય તો મારા નામની ફરિયાદ કરી દેજો.

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT