Gujarat police: ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, રાજ્યમાં 551 PSIની બદલી

kenil somaiya

ADVERTISEMENT

Transfer of PSI
Transfer of PSI
social share
google news
  • લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો ઘમઘમાટ શરૂ
  • 43 PSI અને 551 બિન હથિયારધારી PSIની બદલીનો ઓર્ડર જાહેર કર્યો
  • રાજ્યમાં 232 બિન હથિયારધારી PIની બદલીનો ઓર્ડર

Transfer of PSI Gujarat Police: લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો ઘમઘમાટ શરૂ થયો છે. પહેલા રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની બદલી કરવામાં આવી ત્યારબાદ આજે રાજ્ય સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 18 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો હવે ગૃહવિભાગે 43 PSI અને 551 બિન હથિયારધારી PSIની બદલીનો ઓર્ડર જાહેર કર્યો છે. હજી આ ઓર્ડર કાઢ્યાની ગણતરીની મિનિટોમાં જ સરકારે એકસાથે રાજ્યમાં 232 બિન હથિયારધારી PIની બદલીનો ઓર્ડર પણ બહાર પડ્યો છે. એવી ચોક્કસથી સંભાવના હવે લગાવવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં IPS અધિકારીઓની પણ બદલી થઈ શકે છે.

IAS બાદ IPSની બદલીની શક્યતા

ગઇકાલે રાજ્યના 50 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. મોટાભાગના DDO અને કલેકટરનો બદલીમાં સમાવેશ કરવામાં આવ્યો. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલી કરાઈ છે. હવે ગૃહ વિભાગ એટલે કે પોલીસ વિભાગમાં સામૂહિક બદલીઓના ઓર્ડરની તૈયારી થઈ ચૂકી છે. આગામી બે દિવસમાં પોલીસ વિભાગમાં બદલીઓના સામૂહિક આદેશની શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા એકસાથે IAS બાદ IPSની બદલીઓ નિશ્ચિત છે.

500થી વધુ બિનહથિયારી PSIની બદલી, જુઓ લિસ્ટ

આ પણ વાંચો

ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT