Crime News: 'સાહેબ દીકરીને ડૉક્ટર બનાવવા... ', અમદાવાદમાં રાજા ઘરઘાટી બની એક કરોડ કરી ગયો ચાઉ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad crime news: દરેક માતા-પિતા પોતાના સંતાનને ભણાવી-ગણાવીને પગભર કરવા માંગતા હોય છે. જોકે હવે કોઈ પણ પિતા માટે વધતાં ખર્ચને જોતાં આ કાર્ય ખૂબ જ અધરું થઈ ગયું છે. એવામાં એક અમદાવાદમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક પિતા તેની પુત્રીને ડૉક્ટર બનાવવા માટે ચોરી જેવુ અપ્રાધિક કૃત્ય કરી બેસે છે.

દીકરીને ડોકટર બનાવવા કરી એક કરોડથી વધુની ચોરી

અમદાવાદમાં એક પિતાએ પોતાની દીકરીને ડોકટર બનાવવા ઘરઘાટી બની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ચોરને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડી રૂપિયા 6.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સિવાય એવું સામે આવ્યું છે કે આરોપીએ એક કરોડથી વધુની ચોરી કરી. 

અમદાવાદમાં ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો આ શખ્સ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ચોરી કરનાર આ શખ્સનું સાચુ નામ રાજા મોન્ટુ ચૌધરી છે તે પશ્ચિમ બંગાળથી અમદાવાદમાં રમેશ ચક્રવર્તીના નામે રહેતો હતો. તે સોનીનો વ્યવસાય પોતાનો ગુજરાન ચલાવતો, પરંતુ તે ઈચ્છતો હતો કે તેની દીકરી મેડિકલનો અભ્યાસ કરવી ડૉક્ટર બનાવવા માંગતો હતો. આ કરવા માટે તેમણે એક માસ્ટર પ્લાન બનાવ્યો. અમદાવાદમાં એક આલિશાન ઘરમાં ઘરઘાટી તરીકે નોકરી કરવા લાગ્યો હતો. જ્યાં વિશ્વાસ કેળવી પરિવારના સદસ્યની માફક રહેતો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

જેવો મોકો મળ્યો કે તરત જ તેને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ડિઝિટલ લોકરમાંથી રોકડ, સોના ચાંદીના દાગીના, કિંમતી ઘડિયાળ સહિત 1 કરોડથી વધુના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયો હતો. જોકે ફરિયાદ દાખલ થતાં જ  CCTVના આધારે ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો અને રૂ.6.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પૂછપરછમાં ચોરીનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી. દીકરીને ડોકટર બનાવવા તેને લોન લીધી હતી આ લોનને ચૂકતી કરવામાં તેમણે ચોરી કરી હતી.
 

    follow whatsapp

    ADVERTISEMENT