ક્ષત્રિય સમાજનું બારડોલીમાં અસ્મિતા મહાસંમેલન, તૃપ્તિબા કહ્યું- 'આપણી તલવાર આપણું મત બેંક છે'

ADVERTISEMENT

 Rupala Controversy
ક્ષત્રિયોનું બીજું અસ્મિતા મહાસંમેલન
social share
google news

Rupala Controversy: ગુજરાતભરના ક્ષત્રિય સમાજે તેમની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે રૂપાલાની ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે. જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજે ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો છે. આ સભામાં અંદાજિત 10,000 લોકો સભાસ્થળે હાજર જોવા મળ્યા હતા. 

ક્ષત્રિયોનું બીજું અસ્મિતા મહાસંમેલન

ગુજરાતમાં 7 તારીખે લોકસભાનું મતદાન થવાનું છે. એવામાં આ વખતે સૌથી વધુ ચર્ચિત બેઠક રાજકોટ લોકસભા પર સૌથી નજર છે. આ બેઠક પર રૂપાલા સામે ક્ષત્રિયનો રોષ યથવાત જોવા મળે છે. ત્યારે આજ રોજ દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો બારડોલીમાં સંમેલનરૂપી સત્યાગ્રહ યોજાયું હતું. ગુજરાતભરના વિવિધ કાર્યક્રમો કર્યા છતાં રૂપાલાની ટિકિટ રદ્દ ન થતાં હવે તેમની લડત સીધી ભાજપ સામે જોવા મળી રહી છે.  બારડોલી કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે આ  અસ્મિતા મહાસંમેલન આયોજન થયું હતું. જેમાં કરણસિંહ ચાવડા, સંકલન સમિતિના રાજ્યના મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલ સહિતના ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા.

તૃપ્તિ બા કહ્યું- 'આપણી તલવાર આપણું મત બેંક છે'

આ મહાસંમેલનમાં તૃપ્તિ બાએ ભાષણ આપતા ભાજપ સામે પ્રહાર કર્યા હતા. જેમાં કહ્યું હતું કે, હમણાં તલવાર મ્યાંનમાં છે. આપણી તલવાર આપણું મત બેંક છે અને EVM માં 3 સેકન્ડ સુધી દબાવી રાખજો. નાના ગામમાં ભાજપ પ્રચાર કરી શકતું નથી અને નાની ઓરડીમાં મીટીંગ કરી રહ્યા છે. આ સિવાય તેમણે ક્ષત્રિયાણીઓની શક્તિ પર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, 'તમે 5 મીટરની પાઘડીમાં આટલું અભિમાન કરો છો અમે 10 મીટરની કેસરી સાડી પહેરીએ છીએ અમે પાવર હાઉસ છીએ' . 

આ પણ વાંચો

ADVERTISEMENT

'રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે' , રાજા-મહારાજાઓ પર ટિપ્પણી બાદ પદ્મિનીબા આવ્યા મેદાનમાં

'રાજકીય રીતે ક્ષત્રિયોની બાદબાકી કરવામાં આવી'

આ સિવાય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે વાત કરતાં કહ્યું કે, રાજકીય રીતે ક્ષત્રિયોની બાદબાકી કરવામાં આવી છે. આપણે બધુ જ જાણીએ છીએ કે  રાજ્યસભા, વિધાનસભા અને લોકસભામાં આવગણના કરવામાં આવી રહી છે.  મારા હાથ નીચે સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. સરકારમાં માંગણી મૂકીએ ત્યારે હાસ્યાસ્પદ સ્થિતિમાં ન મુકાય તેને માટે યોગ્ય રજૂઆત કરવામાં આવે. રૂપાલાના મુદ્દે સંકલન સમિતિ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ વખતે કરવાનો નિર્ણય સમિતિમાં કરવામાં આવે તેવો નિર્ણય લેવાયો હતો. સંકલન સમિતિ દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું તે રીતે લડત લડવાનું શરૂ કરવામાં આવી હતી.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT