Junagadh ની હોસ્પિટલમાં 5 મહિલાઓની સીઝેરિયન બાદ કિડની ફેલ, 2ના મોત

kenil somaiya

ADVERTISEMENT

Junagadh News
Junagadh News
social share
google news
  • જૂનાગઢમા આવેલ હેલ્થ પ્લસ હોસ્પિટલ ચર્ચામાં આવી
  • 5 મહિલાઓની સીઝેરિયન બાદ કિડની ફેલ
  • જેમાં 2 મહિલાના મોત થવાથી હાહાકાર મચી ગયો

Junagadh News: જૂનાગઢમા આવેલ હેલ્થ પ્લસ (Private hospital) હોસ્પિટલ ચર્ચામાં આવી છે. હોસ્પિટલમા પ્રસુતિની સારવાર દરમિયાન 5 મહિલાઓની કિડની ફેલ થવાનો બનાવ સામે આવ્યો અને જેમાં 2 મહિલાના મોત થવાથી હાહાકાર મચી ગયો છે .

શું બન્યો સમગ્ર બનાવ?

જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પાંચ મહિલાઓની પ્રસૂતિ દરમિયાન કિડની ફેલ થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર,પ્રસૂતિ માટે સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં દાખલ થયા હતા અને ડોકટરે સિઝરિયન ઓપરેશનથી પ્રસૂતિ પણ કરાઈ હતી પરંતુ રાત્રે જ દર્દીઓની હાલત બગડતા ડોકટર ને બોલાવ્યા હતા પણ ડોક્ટર આવ્યા નહિ. દર્દીઓનું યુરીન બ્લોક થયું અને બ્લિડિંગ સખત થતાં બીજા દિવસે ડોકટરે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી.

પરિવારે ડોકટર સાથે વાત કરી ત્યારે ડોકટરે સ્વીકાર્યું હતું કે, ભૂલથી બાટલામાં ટોકસિન નામનો ઝેરી પદાર્થ અપાયો છે જેનાથી કિડની પર અસર થઈ ગઈ છે. અન્ય હોસ્પિટલમાં પણ દસ થી પંદર દિવસ ICU માં દાખલ કરેલ પરંતુ કોઈ ફેર પડેલ નહિ આખરે તબિયત બગડતા અમદાવાદ લઇ જવામાં આવ્યા જ્યાં ડોકટરે બન્ને કિડની ફેલ થઈ હોવાનું જણાવ્યું હતું.હાલ પાંચ માસથી ડાયાલિસિસ પર જીવન વિતાવી રહ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો આદેશ

આ મામલે જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી. જેમાં જણાવાયું હતું કે સમગ્ર મામલે હાલ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલની બેદરકારી હતી કે પછી અન્ય કોઈ કારણ તે મામલે હાલ ઉંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે.

(ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT