અલે લે લે… PMO અધિકારીની આ હાલત… ! ચિટર કિરણને ફરી લવાયો અમદાવાદ, જાણો કયા કેસમાં?

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહાઠગ કિરણ પટેલ (Kiran Patel)ની ટ્રાન્સફર વોરંટ સાથે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ તેને જમ્મુ કશ્મીર (Jammu Kashmir) થી અમદાવાદ લાવી છે. અમદાવાદમાં લવાયેલા મહાઠગ કિરણ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેને એક છેતરપીંડીના કેસમાં દબોચી લાવી હતી.

GPCBનું લાયસન્સ કઢાવવાના નામે માગ્યા હતા રૂપિયા

કિરણ પટેલ સામે PMOના અધિકારી તરીકે ઓળખ આપી લોકોના મકાન પડાવવા, જમીન પડાવવી, જમ્મુ કશ્મીરમાં VVIP ટ્રીટમેન્ટ લેવી સહિત ઘણા ચોંકાવનારા આરોપો છે. એટલું જ નહીં તેની પત્ની પણ તેના કેટલાક કારસ્તાનોમાં સાથે હોવાના પણ આરોપો છે. ક્રાઈમ બ્રાન્ચે આ વખતે મોરબીના એક ભરત પટેલ નામના વેપારીની ફરિયાદને લઈને કાર્યવાહી હાથ ધરી છે. કિરણે ભરત પટેલ પાસેથી 48 લાખ રૂપિયા લીધા હતા પરંતુ તેમનું કામ કરી આપ્યું ન્હોતું. જેને લઈને તેમણે ફરિયાદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં લાવ્યા પછી કિરણ પટેલ સામેની સોલા પોલીસ સ્ટેશન અને અન્ય નોંધાયેલી ફરિયાદો મામલે પૂછપરછ કરવામાં આવશે. કિરણે ભરતભાઈને જીપીસીબીનું લાયસન્સ આપવાના નામે લાખો રૂપિયાની છેતરપીંડી કરી હતી. જોકે કામ નહીં થતા કિરણે 11.75 લાખ જેટલી રકમ ભરતભાઈને પાછી આપી હતી પરંતુ બાકીના રૂપિયા ચાંઉ કરી ગયો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

આણંદઃ કલેક્ટર કચેરીમાં જ મહિલા સાથે કલેક્ટર વાંધાજનક અવસ્થામાં? Video બન્યો સસ્પેન્શનનું કારણ?

કિરણે મોરબીના બિઝનેસમેનને કેવી રીતે છેતર્યા?

આપને જણાવી દઈએ કે મોરબીમાં ભરતભાઈની કેમિકલ ફેક્ટરી છે જેમાં કિરણની ઓળખ પીએમઓ અધિકારી તરીકેની આપીને પોતે હાઈકમાન્ડ સુધી કામ કરાવી શકે તેવા બણગાં ફૂંક્યા હતા. કિરણને પાછી ફાંકા મારવાની જૂની આદત અને પાછો એટલો કોન્ફિડન્સ સાથે ફાંકા મારે કે તેને પકડવો પણ મુશ્કેલ, ભરતભાઈ તેની વાતોમાં આવી ગયા અને તેમણે કહ્યું કે મોરબીમાં પોતાની કેમિકલ ફેક્ટરીમાં તે ભાગીદારી ધરાવે છે જેમાં જીપીસીબી (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)નું લાયસન્સ મેળવવા માગે છે. જે તે સમયે તો કિરણ જાણે બધુ તેની આંગળીના ઈશારે હોય તેમ થોડા જ દિવસમાં લાયસન્સ કઢાવી આપું તેમ કહી વાયદા કરતો હતો.

દરમિયાન ભરત પટેલને કિરણની પત્ની માલિનીએ સોલા એચસીજી હોસ્પિટલ ખાતે મળવા બોલાવ્યા હતા અને ત્યાં પ્રોસિજર ફી તરીકે 40થી 45 લાખની માગ કરી હતી. ભરતભાઈએ 42.86 લાખ જેટલી રકમ આપી હોવાનું કહેવાય છે. પણ પછી તો લાયસન્સ આવવાનું તો છોડો ભરતભાઈનો ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું. આખરે ભરત પટેલે જીપીસીબીમાં પણ વેરીફાય કરવા તપાસ કરી તો ખબર પડી કે આ અંગેની તો બોર્ડને કોઈ અરજી મળી જ નથી. પછી ભરત પટેલને ખબર પડી કે પોતાની સાથે તો ચિટિંગ થઈ ગયું. કિરણ પાસેથી જેમ તેમ કરીને કોન્ટેક્ટ કરી રૂપિયા પાછા માગ્યા ત્યારે 11.75 લાખ જેટલા રૂપિયા પાછા આવ્યા પણ બાકીની રકમ તો માગી માગીને ભરતભાઈની જીભ, ટાઈમ, કોન્ટેક્ટ્સ બધુ ઘસાઈ ગયું પણ રૂપિયા ના મળ્યા. આખરે જ્યારે કિરણ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. માલિની હાલ પોલીસ પકડમાં આવ્યા પછી કોર્ટમાંથી જામીન મેળવી ચુકી છે. જ્યારે કિરણ હજુ પોલીસના સકંજામાં છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT