Lok Sabha Elections: ભાજપને મોંઘો પડી શકે છે ક્ષત્રિયોનો ગુસ્સો, આ 10 બેઠકો પર બગાડી શકે છે 'ખેલ'

malay kotecha

ADVERTISEMENT

 Lok Sabha Elections
ક્ષત્રિયોથી ભાજપને નુકસાન?
social share
google news

Lok Sabha Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ ભાજપને પ્રચંડ બહુમતી આપી. ભાજપે 182માંથી 156 બેઠકો જીતી લીધી. વિધાનસભામાં મળેલી જીતને લોકસભામાં પુનરાવર્તન કરવાની જ નહીં પરંતુ રાજ્યની તમામ 26 સીટો પર ભાજપના ઉમેદવારો માટે જીતના માર્જિનને પાંચ લાખ મતો સુધી વધારવાની પણ જવાબદારી પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના ખભા પર છે. જેથી લોકસભાની ચૂંટણીના ઘણા સમય પહેલાથી જ પાટીલે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું હતું.

સમગ્ર રાજ્યને ઝપેટલમાં લઈ ચૂક્યો છે ક્ષત્રિયોનો વિરોધ

આ બધી રણનીતિઓની વચ્ચે ભાજપે જે વાત તરફ ધ્યાન નથી આપી રહ્યું તે છે ક્ષત્રિયોનો વિરોધ, જે ધીમે-ધીમે સમગ્ર રાજ્યને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યો છે. તેની કેટલીક અસર અન્ય રાજ્યોમાં પણ જોવા મળી છે. ક્ષત્રિયો હવે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના બદલે હવે ભાજપ વિરુદ્ધ ખુલ્લેઆમ બોલી રહ્યા છે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ પણ કરી રહ્યા છે. ભાજપને રાજ્યની તમામ લોકસભા સીટો પર ક્ષત્રિયોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણા ગામોમાં ભાજપના પ્રચારકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા બેનરો લગાવવામાં આવ્યા છે.

રૂપાલાના માફી માંગવા છતાં વિરોધ

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં નારાજ ક્ષત્રિય યુવાનો ભાજપના કાર્યક્રમોમાં વિરોધ દર્શાવી રહ્યા છે. તો બીજી બાજુ પરસોત્તમ રૂપાલા પણ વારંવાર માફી માંગી રહ્યા છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે અને ભૂલ તેમનાથી થઈ છે તો ક્ષત્રિય સમાજે ભાજપનો અને નરેન્દ્ર મોદીનો વિરોધ ન કરવો જોઈએ. નોંધનીય છે કે, 22 માર્ચે વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને ટિપ્પણી કરી હતી. જે બાદ ક્ષત્રિયો તેમનો વિરોધ શરૂ કર્યો હતો. જોકે, મામલો વણસી જતાં ભાજપના ઉમેદવાર રૂપાલાએ માફી માંગી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

ગૃહમંત્રીએ બેઠક યોજવા છતાં મળી ઓછી સફળતા

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન સચિવ રત્નાકરે પરિસ્થિતિને સંભાળવા માટે ક્ષત્રિય આગેવાનો સાથે રાજ્યભરમાં દસથી વધુ બેઠકો યોજી હતી, જેમાં અપેક્ષા કરતાં ઓછી સફળતા મળી છે. ક્ષત્રિય સમાજ મતદાન પહેલા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વિશાળ અસ્મિતા મહા સંમેલનોનું આયોજન કરી રહ્યો છે.

ADVERTISEMENT

આ 10 બેઠકો પર થઈ શકે છે નુકસાન 

ક્ષત્રિયોના આ આક્રોશથી ભાજપની આશાઓ પર પાણી ફરી શકે છે, એટેલે કે જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી વધારે છે ત્યાં ભાજપને નુકસાન થાય તેવી સંભાવાનાઓ છે. આ બેઠકોમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને ભરૂચનો સમાવેશ થાય છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT