આકાશી આફતનું સંકટઃ ગુજરાત માટે આજથી ચાર દિવસ ‘ભારે’, આ વિસ્તારના ખેડૂતો રહે એલર્ટ!

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rain Forecast in Gujarat: રાજ્યમાં હજુ સુધી શિયાળાએ બરાબર જમાવટ કરી નથી. અગાઉના વર્ષોમાં તો દિવાળીના તહેવારોમાં ઠંડક અનુભવાતી હતી, જ્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યારે પણ વાતાવરણમાં જોઈએ તેવી ઠંડક પ્રસરી નથી. લોકો હવે કડકડતી ઠંડી પડવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ કુદરતની કરામત એવી છે કે સ્થાનિક હવામાન વિભાગને રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવી પડી છે. આમ હજુ શિયાળો બરાબર જામ્યો નથી, ત્યાં જ માવઠાની આગાહીથી લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. જોકે, કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક નુકસાન ગ્રસ્ત થતો હોઈ આ આગાહીના પગલે જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે.

હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

રાજ્યમાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે અને લોકો હાડ થિજાવતી ઠંડીની પ્રતીક્ષામાં છે તેવામાં સ્થાનિક હવામાન વિભાગે ચોંકાવનારી આગાહી કરી છે. સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં શિયાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ પડશે. રાજ્યમાં 24 નવેમ્બર એટલે કે આજથી 28 નવેમ્બર સુધી વરસાાદની આગાહી કરવામાં આવી છે.

આજથી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જેમ કે વલસાડ, નવસારી, ડાંગમાં હળવો વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે એટલે કે 25મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓ દમણ, દાદરાનગર હવેલી, મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની શક્યતા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

26મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા દમણ, દાદરા-નગર હવેલી, મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, અમદાવાદ, દાહોદ અને મહીસાગર, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. તો 27મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તો 28મી તારીખે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.

માવઠા બાદ તાપમાનમાં થશે ઘટાડો

ગુજરાતમાં માવઠા બાદ ઠંડીનો ચમકારો પણ વધશે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 26 નવેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી નીચે ગગડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT