Unseasonal Rain : નર્મદાના વાતાવરણમાં પલટો, રાજપીપળામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ

kenil somaiya

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Weather Update : આગામી 24 કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે રાત્રે 8 આગે નર્મદા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. માવઠાના કારણે ઘરતીપુત્ર પર સંકટના વાદળ છવાયા છે. કમોસમી વરસાદથી કપાસ અને તુવેરના પાકને નુકસાન થવાની ભીતિ છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાક ભાવનગર, નર્મદા, વલસાડ, સુરત, અને ડાંગમાં વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોના પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન પહોંચી છે. ખેડૂતોનો મહામૂલ્ય કપાસનો પાક તૈયાર છે પણ ભાવ ન મળતા ખેડૂતો દ્વારા તેને સંગ્રહ કરવામાં આવ્યો હતો પરંતુ માવઠાએ તેની ચિંતામાં વધારો કર્યો છે.

વલસાડમાં વહેલી સવારે પડ્યું માવઠું

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો.

આજે ક્યા પડી શકે છે વરસાદ?

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે અમરેલી, ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતો અને તમામ એપીએમસીને બુધવાર સુધી ખેત પેદાશોને ઢાંકીને રાખવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આવતીકાલથી વાતાવરણ રહેશે સૂકું

આ સાથે જ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 10 જાન્યુઆરીથી વાતાવરણ ફરીથી સૂકું રહે તેવી આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

ખેડૂતોમાં છવાયો ચિંતાનો માહોલ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના વાતાવરણમાં છેલ્લા મહિનાઓમાં અનેકવાર મોટો પલટો આવી ગયો છે. હાલ શિયાળાની ઋતુમાં પણ માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT