અરવલ્લીમાં ગાંધીનગરનો SRP જવાન કારમાં દારૂની ખેપ મારતા ઝડપાયો, વિદેશી દારૂની 204 બોટલ મળી

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Aravalli News: ગુજરાતમાં દારૂબંધી છતા બૂટલેગરો ગમે તેમ પાડોશી રાજ્યમાંથી દારૂ ઘુસાડતા હોવાના મામલા સામે આવી રહ્યા છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરીના અનેક મામલા સામે આવ્યા છે, ત્યારે હવે શામળાજી ખાતેના ખારી ગામ પાસે ગાંધીનગરમાં SRP ગ્રુપમાં ફરજ બજાવતા જવાનની કારમાંથી પોલીસે દારૂની 204 બોટલ સાથે પકડી પાડી છે. પોલીસે દારૂ, કાર, મોબાઈલ સહિત 3.65 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. આ મામલે શામળાજી પોલીસ સ્ટેશનમાં SRP જવાન સહિત બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.

SRP જવાન કારમાં દારૂ લઈ જતા પકડાયો

મોડાસા ટાઉન પોલીસે આર્મી જવાન અને TRB જવાનને દારૂની ખેપ મારતા પકડી લીધા હોવાની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યારે વધુ એક ખાખીને કલંકિત કરતી ઘટના બહાર આવતા ચકચાર મચી ગઈ છે. અરવલ્લી જિલ્લા LCB પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શામળાજી નજીક ખારી ગામની સીમમાંથી પસાર થતી કાર શંકાસ્પદ જણાતા પોલીસે કારને હાથનો ઈશારો કરીને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે SRP જવાને કારને હંકારી મૂકી હતી. જેથી પોલીસે પીછો કર્યો હતો. એવામાં રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આખરે શામળાજી નજીક પુલ પાસેથી કારને ઝડપી લેવામાં આવી હતી.

204 દારૂની બોટલ મળી

કારમાં તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારમાં વિદેશી દારૂ તથા બિયરના 9 કેન મળીને કુલ 204 બોટલ મળી હતી. જેની કિંમત 60,000 થાય છે, સાથે 5 હજારની કિંમતનો મોબાઈલ અને કારના 3 લાખ મળી કુલ 3.65 લાખના મુદ્દામાલ સાથે SRP જવાનને પકડી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

જવાન સહિત બુટલેગર સામે પણ ફરિયાદ નોંધાઈ

દારૂ સાથે ઝડપાયેલ જવાન અનિરુદ્ધસિંહ દોલતસિંહ ડાભી હોવાનું સામે આવ્યું છે. જે આર્મ પોલીસ કોન્સ્ટેબલ SRP ગ્રુપમાં ફરજ બજાવતો હોવાનું જાણી પોલીસ ચોંકી ઉઠી હતી. આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં એસઆરપી જવાન અનિરુદ્ધસિંહ દોલતસિંહ તથા ધોળકાના નરસિંહભાઈ ડામોર નામના બુટલેગર સામે પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(હિતેશ સુતરીયા, અરવલ્લી)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT