ગુજરાત પાસે એકસાથે 4 સિસ્ટમ સક્રિય થઈ, હવામાન વિભાગની વરસાદ પર મોટી આગાહી

ADVERTISEMENT

Gujarat Weather
Gujarat Weather
social share
google news

Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી આકરી ગરમી પડી રહી છે. અંગ દજાડતી ગરમીમાં બપોરે રસ્તાઓ સુમસામ જોવા મળે છે. લોકો ઘરની બહાર જવાનું પણ ટાળે છે. જોકે આ વચ્ચે હવામાન વિભાગે ગરમીથી રાહતની આગાહી કરી છે. ગુજરાત પર એકસાથે ચાર સક્રિય સિસ્ટમ વરસાદ લાવશે. જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે.

એકસાથે 4 સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે

હવામાન વિભાગે આગાહી કરી રાજ્યમાં બે દિવસ ગરમીથી કોઈ રાહત મળશે નહીં. જોકે 3 દિવસ બાદ પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. જે બાદ રાજ્યમાં વરસાદ આવશે. હાલ રાજસ્થાનની ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને અરબસાગર ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાતમાં વરસાદ લાવશે. એવામાં 11થી 13 મે સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે.

3 દિવસ કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?

હવામાન વિભાગ મુજબ, 11 મેએ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદાર નગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે. આ બાદ 12 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદની આગાહી છે. તો 13મી મેના રોજ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ અન દાદારા નગર હવેલી, તથા સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે

જોકે વરસાદ પહેલા 10 મે સુધીમાં તાપમાનનો પારો અમદાવાદમાં 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો ગાંધીનગરમાં 42 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT