Rape FIR : ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડી પર દુષ્કર્મનો આરોપ, નોંધાઈ FIR

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • હૉકી ખેલાડી વરુણ કુમારની મુશ્કેલીઓ વધી
  • ખેલાડી વરુણ કુમાર સામે દુષ્કર્મની ફરિયાદ 
  • બેંગલુરુની એક યુવતીએ નોંધાવી ફરિયાદ
Rape FIR Against Varun Kumar : ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હૉકી ખેલાડી વરુણ કુમારની મુશ્કેલીઓ વધી છે. બેંગલુરુની એક યુવતીએ વરુણ કુમાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે તે વરુણ કુમારને છેલ્લા પાંચ વર્ષથી ઓળખે છે. બંનેની મુલાકાત 2019માં ઈન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી. તે સમયે તેની ઉંમર માત્ર 17 વર્ષ હતી. યુવતીએ વરુણ કુમાર પર એવો પણ આરોપ લગાવ્યો કે જ્યારે પણ વરુણ કુમાર બેંગલુરુના SAI સ્ટેડિયમ ખાતે ટ્રેનિંગ માટે આવતા હતા. ત્યારે તેની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા.

5 વર્ષમાં અનેકવાર આચર્યું દુષ્કર્મ

પોલીસના જણાવ્યા અનુસાર, 22 વર્ષની યુવતીએ એ પણ જણાવ્યું છે કે વરુણ કુમારે લગ્ન કરવાનો વાયદો આપ્યો હતો અને છેલ્લા પાંચ વર્ષમાં તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.

ફરિયાદ બાદ વરુણ કુમાર ફરાર

ભારતીય હોકી ખેલાડી વરુણ કુમાર હિમાચલ પ્રદેશથી છે, પરંતુ તેઓ પંજાબના જાલંધરમાં રહે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ વરુણ કુમારને શોધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વરુણ કુમારે 2017માં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેઓ ભારતીય ટીમમાં ડિફેન્ડર તરીકે રમે છે.

2020માં હિમાચલ સરકારે આપ્યા હતા 1 લાખ રૂપિયા

વરુણ કુમારે 2022માં બર્મિંગહામમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2022માં એશિયન ગેમ્સમાં ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે સમયે પણ વરુણ કુમાર ટીમનો ભાગ હતા. તમને જણાવી દઈએ કે ભારતે 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે સમયે પણ વરુણ કુમારને ભારતીય ટીમમાં સામેલ હતા. 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ હિમાચલ પ્રદેશ સરકારે વરુણ કુમારને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

POSCO એક્ટ હેઠળ નોંધાઈ FIR

ભારતીય હોકી ખેલાડી વરુણ કુમાર વિરુદ્ધ પોસ્કો (POSCO) એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. જે બાદ વરુણ કુમારની મુશ્કેલીઓ વધી રહી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT