Stock Market: શેરબજારમાં છપ્પફાડ તેજી, નિફ્ટીએ પહેલીવાર 22,000ની સપાટી કુદાવી, સેન્સેક્સ 73,000ને પાર

kenil somaiya

ADVERTISEMENT

gujarattak
social share
google news

Stock Market Opening Bell: ફરી એકવાર શેરબજાર ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે અને BSE સેન્સેક્સ પહેલીવાર 73 હજારની સપાટી વટાવી છે. NSE નિફ્ટી લાઈફટાઈમ હાઈ અને 22,000ના લેવલને વટાવી ગયું છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે રેકોર્ડબ્રેક ઓપનિંગ કરી છે.

શેરબજાર ઓલટાઈમ હાઈ પર પહોંચ્યું

BSE સેન્સેક્સની આજની ઇન્ટ્રાડે હાઈ 73,257.15 ના સ્તરે છે અને NSE નિફ્ટીની સર્વકાલીન ઉચ્ચતમ 22,081.95 પર છે, જે બજાર ખુલ્યાની શરૂઆતમાં જ દેખાઈ હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

મુખ્ય લાભાર્થી શેરની યાદી

જો શેરની વાત કરવામાં આવે તો નિફ્ટીમાં વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, એલટીઆઈએમન્ડટ્રી અને ઈન્ફોસીસ મુખ્ય લાભાર્થીઓમાં હતા, જ્યારે એચડીએફસી લાઈફ, આઈશર મોટર્સ, એચયુએલ, હિન્દાલ્કો અને આઈસીઆઈસીઆઈ બેંક ઘટ્યા હતા. 8 ડિસેમ્બરથી નિફ્ટીમાં 4.4%નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ટાટા કન્ઝ્યુમર, બજાજ ઓટો અને અદાણી પોર્ટ્સ જેવા શેરો ટોચના લાભાર્થીઓમાંના કેટલાક રહ્યા છે.

શું છે માર્કેટનો હાલ

BSE પર કુલ 3155 શેર ટ્રેડ કરી રહ્યા છે અને તેમાં 2,282 શેર તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. અને 765 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. 108 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT