gujarattak

kenil somaiya

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat News : સુરત સચિન GIDC વિસ્તારમાંથી ગઇકાલે એક કમકમાટી ભરેલી ઘટના સામે આવી છે. આ વિસ્તારમાંથી બે બાળકો રમતા-રમતા રેલવે ટ્રેક તરફ જતાં રહ્યા હતા. આ ઘટનામાં 7 કલાક બાદ રેલવે ટ્રેક પરથી તે બે બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે તેને પોસ્ટ મોર્ટમ મોકલ્યા છે. આ ઘટનામાં એવી આશંકા છે કે ટ્રેનની અડફેટે આવી જવાથી બંને બાળકોના મોત થયા હોય શકે છે, પોસ્ટમોર્ટમ બાદ સાચું કારણ સામે આવી શકે છે. આ બાળકોની ઓળખ પ્રિન્સ શર્મા અને લોકેશ યાદવ તરીકે થઈ છે.

બંને બાળકોની ઉંમર 14-15 વર્ષ હતી

ઘટના અંગે વધુમાં તેમના સંબંધીઓએ જણાવ્યું કે, બંને બાળકો સાથે રમવા ગયા હતા અને રેલવે ટ્રેક પાસે બંનેના મૃતદેહો મળ્યા હતા. રેલવે પોલીસે જણાવ્યું કે, બંને બાળકોની ઉંમર 14-15 વર્ષ હતી અને બંને આઠમા ધોરણમાં હતાં. પ્રિન્સના પરિવારે કહ્યું હતું કે, પ્રિન્સ રાજેશ્વર શર્મા સચિન GIDCમાં રહેતો હતો અને તેના પિતા રાજેશ્વર શર્મા દુબઇમાં કારપેન્ટર તરીકે કામ કરે છે. છેલ્લા એક વર્ષથી રાજેશ્વર વિદેશમાં નોકરી કરી રહ્યા છે. પ્રિન્સ માતા અને નાની બહેન સાથે સચિન GIDCમાં રહેતો હતો અને બીજો મૃત બાળક લોકેશ કે જેના પિતા સંતોષ યાદવ લૂમસની ફેક્ટરીમાં કામ કરે છે. આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. મૃતક લોકેશનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. મૃતક પ્રિન્સનો પરિવાર બિહારનો વતની છે.બન્ને મૃતક બાળકો ધોરણ 8માં અભ્યાસ કરતાં હતા. બન્ને બાળકોના ટ્રેન અડફેટે આવતા મોત થયું હતું. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છે.

 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT