Earthquake: ફિલિપાઈન્સમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સુનામીની ચેતવણી જાહેર કરાઈ

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Mindanao Earthquake: શનિવારે (2 ડિસેમ્બર) ફિલિપાઈન્સના મિડાનાઓમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ રાત્રે 8:07 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનમાં 50 કિલોમીટરની ઊંડાઈ પર હતું.

ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ અનુસાર, યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)એ આ ભૂકંપની તીવ્રતા 7.5 અને તેનું કેન્દ્રબિંદુ 63 કિલોમીટરની ઉંડાઈ પર હોવાનું જણાવ્યું છે. રિપોર્ટ અનુસાર અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

સુનામી ફિલિપાઇન્સ અને જાપાન ક્યારે પહોંચશે?

ફિલિપાઈન્સ અને જાપાનમાં સુનામી આવવાની આશંકા છે. ફિલિપાઈનની સિસ્મોલોજી એજન્સી PHIVOLCSએ જણાવ્યું હતું કે સુનામીના મોજા સ્થાનિક સમય (1600 GMT) મધ્યરાત્રિ સુધીમાં ફિલિપાઈન્સમાં પહોંચી શકે છે અને કલાકો સુધી ચાલુ રહેશે.

જાપાની બ્રોડકાસ્ટર NHK એ જણાવ્યું હતું કે એક મીટર (3 ફૂટ) ઊંચા સુનામીના મોજા થોડી વાર પછી – 1:30 વાગ્યે (1630 GMT શનિવાર) જાપાનના પશ્ચિમ કિનારે પહોંચી શકે છે.

ADVERTISEMENT

ગયા મહિને આવેલા ભૂકંપમાં 8 લોકોના મોત થયા હતા

રોઇટર્સે અહેવાલ મુજબ, ગયા મહિનાની શરૂઆતમાં, દક્ષિણ ફિલિપાઇન્સમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં આઠ લોકો માર્યા ગયા હતા. 17 નવેમ્બરના ભૂકંપમાં સારંગાની, સાઉથ કોટાબેટો અને દાવાઓ ઓક્સિડેન્ટલના પ્રાંતોમાં 13 લોકોના મોત અને 13 લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે, 50 થી વધુ મકાનો અને ઇમારતોને નુકસાન થયું હતું.

ADVERTISEMENT

તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે રિક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુની તીવ્રતા સામાન્ય કરતાં વધુ ખતરનાક માનવામાં આવે છે. ફિલિપાઈન્સમાં આ ભૂકંપને કારણે થયેલા નુકસાન અંગે અપડેટ આવવાનું બાકી છે.

ફિલિપાઇન્સ ‘રિંગ ઓફ ફાયર’માં આવે છે

ફિલિપાઇન્સ પેસિફિક ક્ષેત્રના ‘રિંગ ઓફ ફાયર’માં આવે છે, જ્યાં વારંવાર ભૂકંપ આવે છે. યુએસ જીઓલોજિકલ સર્વે આ પ્રદેશને વિશ્વમાં સૌથી વધુ ધરતીકંપ અને જ્વાળામુખી સક્રિય પ્રદેશ તરીકે વર્ણવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT