Japan માં ભૂકંપ બાદ હવે સુનામીનો ખતરો, તોફાની મોજા વચ્ચે લોકોએ બચાવ્યા જીવ

Krutarth

ADVERTISEMENT

Japan Tsunami News
Japan Tsunami News
social share
google news

Japan Earthquake Viral Video: જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપથી હજારો લોકો પ્રભાવિત થયા છે. ભૂકંપ દરમિયાન પ્રત્યક્ષદર્શીઓએ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

Japan Earthquake : સોમવારે (જાન્યુઆરી 1) ના રોજ જાપાનમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી હતી. જાપાનમાં ભૂકંપ બાદ સુનામીના મોજા ઉછળી રહ્યા છે. મધ્ય જાપાનના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ સ્થાનિક સમયાનુસાર સાંજે 4:10 વાગ્યે ઇશિકાવા પ્રીફેક્ચરના નોટો વિસ્તારમાં આવ્યો હતો.

બીબીસીના રિપોર્ટ અનુસાર, ખતરાને જોતા ઈશિકાવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને તાત્કાલિક વિસ્તારો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ લોકોને ઉચ્ચ સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન જાપાનના મુખ્ય કેબિનેટ સચિવે કહ્યું કે, ખતરો હજુ સમાપ્ત થયો નથી. આવી સ્થિતિમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ સતર્ક અને સાવધ રહેવાની જરૂર છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

સુનામીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

દરમિયાન, સુનામીના પ્રથમ મોજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ ભયાનક છે. આ સાથે જ જાપાનમાં આવેલા પ્રચંડ ભૂકંપનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જોકે, GujaratTak સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોની સત્યતાની પુષ્ટિ કરી શક્યું નથી.

Earthquake, Japan, Japan Earthquake, Japan, tsunami in japan, World News In Gujarati, Japan Earthquake Viral Video, tsunami Viral Video, tsunami wave, Japan news

ADVERTISEMENT

ભૂકંપનો વીડિયો વાયરલ

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભૂકંપના કારણે સ્ટોરની છાજલીઓમાં રાખેલો સામાન પડવા લાગે છે. વીડિયોમાં ભૂકંપથી ડરી ગયેલા લોકો છુપાઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ADVERTISEMENT

BREAKING:
Huge 7.6 magnitude earthquake that struck western #japan and superstore and buildings are collapsing.#earthquake #tsunami #SouthKoreapic.twitter.com/XTv1HJIbo2

— Hsnain 🕊️ (@Hsnain901) January 1, 2024

ત્રણ કલાકમાં 30 આંચકા

અહેવાલ મુજબ, છેલ્લા ત્રણ કલાકમાં મધ્ય જાપાનમાં 30 થી વધુ ભૂકંપ અનુભવાયા છે. જેની તીવ્રતા 3.6 થી 7.5 સુધીની છે. આ સાથે ઈશિકાવા, નિગાતા, નાગાનો અને તોયામા પ્રાંતને જોખમી ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યા છે.

Embassy has set up an emergency control room for anyone to contact in connection with the Earthquake and Tsunami on January I, 2024. The following Emergency numbers and email IDs may be contacted for any assistance. pic.twitter.com/oMkvbbJKEh

— India in Japanインド大使館 (@IndianEmbTokyo) January 1, 2024

બીજી તરફ ભૂકંપ અને સુનામીના ખતરાને જોતા જાપાનમાં ભારતીય દૂતાવાસે ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે.જાપાનમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા સાઇટ પર આ માહિતી આપી છે.

    follow whatsapp

    ADVERTISEMENT