Amit Shah: નહેરૂની ભુલના કારણે PoK બન્યું, પોતાની જમીન પાછી લીધા વગર સીઝ ફાયર કર્યું

Krutarth

ADVERTISEMENT

Amit Shah Attack on Nehru
Amit Shah Attack on Nehru
social share
google news

નવી દિલ્હી : અમિત શાહના ભાષણ દરમિયાન લોકસભામાં જોરદાર હોબાળો થયો હતો. ગૃહમંત્રીએ દાવો કર્યો છે કે, નેહરુની ભૂલોના કારણે PoKનું સર્જન થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, નેહરુની ભૂલોના કારણે PoK ની રચના થઈ હતી. અમિત શાહે કહ્યું કે, પંડિત નેહરુ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે બે મોટી ભૂલો થઈ હતી, જેના કારણે કાશ્મીરને વર્ષો સુધી ભોગવવું પડ્યું હતું.

જ્યારે આપણી સેના જીતી રહી હતી, ત્યારે પંજાબ વિસ્તારમાં પહોંચતાની સાથે જ યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) નો જન્મ થયો હતો. જો યુદ્ધવિરામમાં ત્રણ દિવસનો વિલંબ થયો હોત, તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) આજે ભારતનો ભાગ હોત. અમારો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવામાં આવ્યો, જે એક મોટી ભૂલ છે. સમગ્ર કાશ્મીર કબ્જે કર્યા વગર જ સીઝ ફાયરની જાહેરાત કરી દીધી. જે ભારત માટે આજે પણ માથાનો દુખાવો સાબિત થઇ રહ્યું છે.

કોંગ્રેસના સાંસદોએ અમિત શાહના આ નિવેદન સામે ભારે વાંધો વ્યક્ત કર્યો હતો અને ગૃહમાં ભારે હોબાળો થયો હતો. કેટલાક સાંસદોએ હોબાળા બાદ વોકઆઉટ કર્યું હતું. સમગ્ર મામલો હવે રાજનીતિક રંગ પકડે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે ભાજપે નહેરૂને ઘેર્યા હોય. કોંગ્રેસ પર પ્રહાર કરવાના બહાને અનેક વાર નહેરૂ અને તેમની નીતિ પર ભાજપ સવાલ ઉઠાવતું રહ્યું છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT