Lok Sabha Election: ફેબ્રુઆરીના અંત કે માર્ચના પ્રથમ સપ્તાહમાં જ જાહેરાત થઈ શકે છે લોકસભા ચૂંટણી!

kenil somaiya

ADVERTISEMENT

gujarattak
social share
google news

2024 Lok Sabha elections: દેશમાં આગામી લોકસભા ચૂંટણીના પડઘમ પાડવાના શરૂ થઈ ગયા છે. ભાજપની વાત કરવામાં આવે તો આજથી જ ચુંટણીની પુર્વ તૈયારીઓ શરુ કરી દીધી છે. ગુજરાત ભાજપે પણ તાડમાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીના ભાગરૂપે આજે ગુજરાતની 26 -26 લોકસભા બેઠકોના ભાજપ કાર્યાલય ખુલ્લા મુકવામાં આવ્યા છે.

જ્યારે બાકીની 25 લોકસભા કાર્યાલયનું ઉદઘાટન પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે વર્ચ્યુઅલ કરવામાં આવ્યા હતા. આ વચ્ચે એવી અટકળો સામે આવી રહી છે કે આગામી ચુંટણી ફેબ્રુઆરીના અંતમાં કે માર્ચના બીજા સપ્તાહ સુધીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024ની ચુંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે.

ક્યારે યોજાઈ શકે છે ચૂંટણી?

લોકસભા ચૂંટણીની વાસ્તવિક તારીખ હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે એપ્રિલ અથવા મે મહિનામાં મતદાન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. જે 11 એપ્રિલથી શરૂ થઈ હતી અને 19 મેના રોજ સમાપ્ત થઈ હતી. જેના પરિણામો 23 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

મીડિયા તરફથી કેટલાક પ્રશ્નો @CeodelhiOffice ના પરિપત્રના સંદર્ભમાં આવી રહ્યા છે જે સ્પષ્ટ કરવા માટે કે શું 16.04.2024 લોકસભા ચૂંટણી 2024 માટે કામચલાઉ મતદાન દિવસ છે. સ્પષ્ટતા કરવામાં આવે છે કે આ તારીખનો ઉલ્લેખ ECIની ચૂંટણી યોજના મુજબની પ્રવૃત્તિઓનું આયોજન કરવા અધિકારીઓ માટે માત્ર ‘રેફરન્સ’ માટે કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

ચૂંટણી વહેલી આવે તેની પાછળનું એક કારણ એ પણ હોય શકે છે કે, રાહુલને યાત્રા ચાલુ રાખે તો તેને યાત્રાનો ખર્ચ ચુંટણી ખર્ચમાં ઉમેરાઈ જાય અને કોંગ્રેસ માટે તે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે અને ભાજપ માટે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફાયદો કરવી શકે છે. માટે બ્રુઆરીના અંત સમયે જ ચુંટણી જાહેર થઈ જાય તેવા સંકેતો પણ ચુંટણીપંચે આપી દીધા હોવાનું માનવામાં આવે છે. આગામી માસથી ચુંટણીપંચનો પણ રાજયમાં પ્રવાસ શરુ થઈ જશે. દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓને પણ તા.30 માર્ચ સુધીમાં તેમની પરીક્ષાઓ સહિતનું શેડયુલ પુરુ કરી દેવા જણાવાયું છે.

ADVERTISEMENT

2019માં 5 લાખથી વધુ મતથી જીત્યું હતું ભાજપ

2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો અહીંથી ચૂંટણી લડતા અમિત શાહે 5.57 લાખ વોટથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. ભાજપને આ બેઠક પરથી 8,94,624 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ડો. સી.જે ચાવડાને માત્ર 3.37 લાખ વોટ મળ્યા હતા. ગાંધીનગરની બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ રહી છે. ત્યારે આ વખતે પણ ભાજપ ગાંધીનગરની આ બેઠક પર ફેવરિટ માનવામાં આવી રહી છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT