Tamannaah Bhatia ને સાયબર સેલનું સમન્સ, IPL સાથે સંબંધિત છે કેસ; સંજય દત્તને પણ બોલાવાયા

ADVERTISEMENT

Tamannaah Bhatia Summoned
મુશ્કેલીમાં ફસાઈ તમન્ના ભાટિયા!
social share
google news

Tamannaah Bhatia Summoned:  બોલિવૂડ અને સાઉથની એક્ટ્રેસ તમન્ના ભાટિયા (Tamannaah Bhatia)ની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. એક્ટ્રેસને લઈને એક મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેમને હવે મહારાષ્ટ્ર સાયબર સેલે સમન્સ મોકલ્યું છે. એટલે કે હવે એક્ટ્રેસે એક મોટા કેસમાં સાયબર સેલ સમક્ષ હાજર થવું પડશે અને તેમના તમામ સવાલોના જવાબ પણ આપવા પડશે. હવે આ મામલો શું છે ચાલો જાણીએ... 

શા માટે મોકલવામાં આવ્યું સમન્સ?

વાસ્તવમાં, હવે મહારાષ્ટ્ર સાયબર સેલ એક્ટ્રેસ તમન્ના ભાટિયાની ફેર પ્લે એપ (Fairplay App) પર IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગને લઈને પૂછપરછ કરશે. આ ગેરકાયદેસર સ્ટ્રીમિંગને કારણે વાયકોમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જેના માટે હવે અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ અભિનેત્રી તમન્ના ભાટિયાએ 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર થવું પડશે.

આ પણ વાંચોઃ 'ચૂંટણીની ગેમ'માં હવે વીડિયો ગેમની એન્ટ્રી! BJP ઉમેદવારનો 'સુપર મારિયો' બનીને હાઈટેક ચૂંટણી પ્રચાર

 

આ પણ વાંચો

ADVERTISEMENT

સંજય દત્તને પણ બોલાવ્યા

આ કેસમાં તેમના સિવાય અભિનેતા સંજય દત્તને પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેઓને 23 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર પોલીસની સામે તેમના તમામ તીખા સવાલોનો સામનો કરવાનો હતો. પરંતુ તેમણે નિવેદન નોંધવા માટે થોડો સમય માગ્યો અને નવી તારીખ માંગી હતી. અભિનેતાનો દાવો છે કે તેઓ નિર્ધારિત તારીખે ભારતમાં નહોતા. તમને જણાવી દઈએ કે, આ તપાસ દ્વારા પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ફેર પ્લે એપ પર IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ વિશે એક્ટર્સને પહેલાથી જાણકારી હતી કે નહોતી. 

આ પણ વાંચોઃ સ્ટંટબાજી ભારે પડી! સુરત પોલીસે 1 મહિનામાં જપ્ત કરી 3498 મોંઘી બાઈકો, 17.60 લાખનો વસૂલ્યો દંડ

 

ADVERTISEMENT

આખરે શું છે મામલો?

આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. દરેક જણ મૂંઝવણમાં છે કે અભિનેત્રીને શા માટે બોલાવવામાં આવી રહી છે. કેટલાક ફેન્સ એક્ટ્રેસને લઈને ચિંતિત છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ફેર પ્લે એ એક એપ છે જ્યાં લોકો ઓનલાઈન સટ્ટાબાજી કરે છે. હવે આ એપ પર IPLના ગેરકાયદેસર સ્ટ્રીમિંગનો મામલો સામે આવ્યો છે. ડિજિટલ પાયરસી બાદ આ એપને પ્રમોટ કરનારા એક્ટર્સ પણ મુશ્કેલીમાં છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT