મહાઠગ કિરણ પટેલ સામેની ચાર્જશીટમાંથી આજીવન કેદની સજાની કલમ હટાવી લેવાઈ, 6 મહિને કોર્ટે આપ્યા જામીન

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Conman Kiran Patel: મહાઠગ કિરણ પટેલને જામીન મળી ગયા છે. ગુજરાતના રહેવાસી કિરણ પટેલની આ વર્ષે શ્રીનગર પોલીસે ધરપકડ કરી હતી. જામીન આપતી વખતે, શ્રીનગરની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે કહ્યું, “ચાર્જશીટ વાંચ્યા પછી, તે સ્પષ્ટ છે કે એજન્સીએ IPCની કલમ 467 હેઠળ ગુનો હટાવી દીધો છે.” આ કલમ હેઠળ આજીવન કેદની જોગવાઈ છે.

કોર્ટે કહ્યું, “સેક્શન 467 હેઠળ ગુનો કાઢી નાખ્યા પછી, માત્ર આરોપી દ્વારા કરવામાં આવેલા ગુના માટે સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.” કલમ 467 મૂલ્યવાન સિક્યોરિટી, વસીયત વગેરેના ષડયંત્ર સાથે સંબંધિત છે. જેમાં આજીવન કેદ અથવા 10 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. કોર્ટે કહ્યું કે, માર્ચ મહિનામાં કિરણ પટેલની પ્રથમ જામીન અરજી નામંજૂર કરવા માટેના મુખ્ય કારણોમાંથી આ એક હતું, જેને તપાસ અધિકારીએ અનુપસ્થિત સામગ્રીના આધારે દૂર કર્યો છે.

શું છે સમગ્ર મામલો?

આ વર્ષે માર્ચ મહિનામાં કિરણ પટેલની PMO અધિકારી હોવાનો દાવો કરીને શ્રીનગરની લલિત હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે, “તેમને જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના અધિકારીઓ દ્વારા સુરક્ષા કવચ તેમજ અત્યંત સંવેદનશીલ સ્થળોએ પ્રવેશ આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે કોઈ સામાન્ય માણસ કે પ્રવાસી આ સ્થળોએ પહોંચવા માટે અધિકૃત નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

પોલીસે પટેલ વિરુદ્ધ IPCની કલમ 419, 420, 468, 471, 170 અને 120B હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ પૂર્ણ થયા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા બીજા આરોપી પીયૂષ વસિતા સામે પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આરોપીઓના વકીલ અનિલ રૈનાએ કહ્યું કે, આ દસ્તાવેજમાં કલમ 467 હેઠળ બંને સામેના આરોપો કાઢી નાખવામાં આવ્યા છે.

કિરણ પટેલના બે ભૂતપૂર્વ સહયોગી અમિત હિતેશ પંડ્યા અને જય શિવજી સીતાપરાને આ કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે નામ આપવામાં આવ્યા છે. સીજેએમ શ્રીનગર મોહમ્મદ તસ્લીમે પોતાના આદેશમાં લખ્યું છે કે, “કેસમાં ભૌતિક ફેરફારો થયા છે. તેથી… આ કેસમાં વધુ તપાસ માટે આરોપીઓને કસ્ટડીમાં લેવાની જરૂર નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT