‘ભાજપે AAPના ધારાસભ્યોને 25-25 કરોડની આપી ઓફર, સરકાર તોડી પાડવાની તૈયારી’, CM કેજરીવાલનો આરોપ

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • CM અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું
  • ‘અમારા ધારાસભ્યોને 25-25 કરોડની અપાઈ ઓફર’
  • દિલ્હીમાં અમારી સરકારને તોડી પાડવાનું કાવતરુંઃ CM

Delhi Political News: દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપ પર નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ તેમની પાર્ટીના 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને અફવા ફેલાવી રહી છે કે એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે.

ભાજપે અમારા ધારાસભ્યોનો સંપર્ક કર્યોઃ CM કરેજરીવાલ

આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં AAP ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં ભાજપે અમારા દિલ્હીના 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો અને કહ્યું કે થોડા દિવસોમાં કેજરીવાલની ધરપકડ કરાશે. તે પછી અમે ધારાસભ્યોને તોડી નાખીશું. 21 ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે. અમે બાકીના ધારાસભ્યો સાથે પણ વાત કરી રહ્યા છીએ.

આ પણ વાંચો

ADVERTISEMENT

‘અમે AAPની સરકાર પાડી દઈશું’

CM કેજરીવાલે કહ્યું કે, ત્યારપછી અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું. તમે પણ આવી જાવ. 25 કરોડ રૂપિયા આપીશું અને ભાજપની ટિકિટ પર ફરીથી ચૂંટણી લડાવીશું. જોકે, તેમનો દાવો છે કે તેમણે 21 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે. પરંતુ અમારી માહિતી મુજબ, તેમણે અત્યાર સુધીમાં માત્ર 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને તમામ ધારાસભ્યોએ તેમની ઓફરને ફગાવી દીધી છે.

ADVERTISEMENT

નવ વર્ષમાં ભાજપે કર્યા અનેક કાવતરાઃ કેજરીવાલ

મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે, “આનો અર્થ એ છે કે દારૂ કૌભાંડની તપાસ માટે મારી ધરપકડ કરવામાં આવી રહી નથી, પરંતુ તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યા છે.” છેલ્લા નવ વર્ષમાં ભાજપે અમારી સરકારને તોડી પાડવા માટે અનેક કાવતરાં કર્યા, પરંતુ તેમાં સફળતા મળી નથી. ભગવાન અને લોકોએ હંમેશા અમને સાથ આપ્યો છે. અમારા તમામ ધારાસભ્યો પણ મજબૂત રીતે અમારી સાથે છે. આ વખતે પણ આ લોકો પોતાના ઈરાદામાં નિષ્ફળ જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT